ડો.ત્રિશલા સ્વામી એ ત્રિવિધ સેવાકાર્ય થકી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી..

પાટણ તા. 21
આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ સાથે પોતાના જન્મદિન પ્રસંગની ઉજવણી કરતાં હોય છે. ત્યારે પાટણ ના જાણીતા ધર્મ પત્રકાર સ્વ.મનસુખભાઈ સ્વામીના સુપુત્ર અને પત્રકાર તરીકે વર્ષોથી કાર્યરત યશપાલ સ્વામી ની સુપુત્રી ચિ.ડો.ત્રિશલા સ્વામીએ પોતાના 29 મા જન્મ દિવસની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સેવાકીય,ધાર્મિક અને જીવધ્યાની ત્રિવિધ સેવા પ્રવૃત્તિ થકી ઉજવણી કરી પરમકૃપાળુ પરમાત્માના રૂડા આશિષ પ્રાપ્ત કર્યો હતાં.


ડો.ત્રિશલા સ્વામી એ પોતાના 30 મા વર્ષ મા મંગલમય પ્રવેશ પ્રસંગે વહેલી સવારે પોતાના નિવાસ સ્થાને ધાર્મિક પુજા-પાઠ કરી પાટણની ઐતિહાસિક રાણકીવાવ પરિસર અને શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આશ્રય મેળવી રહેલા કપિરાજો અને શ્વાનોને પાઉ – રોટી, બિસ્કીટ,બાફેલા ચણા ખવડાવ્યા હતાં.
બપોરે પાટણ સિવિલ હોસ્પિટલ સહિત શહેરના સ્લમ વિસ્તારોમાં જરૂરિયાત મંદ પરિવારજનોને મિષ્ટ ભોજન જમાડ્યુ હતું.


સાજે પાટણ ના પ્રસિધ્ધ શ્રી પદ્મનાભ મંદિર,બાલા હનુમાન મંદિર, નગર દેવી કાલિકા માતાજી,સાઈબાબા મંદિર,ત્રણ દરવાજા સ્થિત શ્રી સધી માતાજી મંદિર સહિતના દેવ મંદિરોના દર્શન કરી દેવી- દેવતાઓના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ડો.ત્રિશલા સ્વામીએ પોતાના જન્મ દિવસની ધાર્મિક, સેવાકીય અને જીવધ્યા ની પ્રવૃત્તિ થકી કરેલ ઉજવણીને પરિવારના સૌ સભ્યો સહિત સગા-સંબંધી અને સ્નેહીજનોએ સરાહનીય લેખાવી તેના જન્મ દિવસની શુભકામનાઓ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here