વિશ્વ ક્ષય દિને ‘ટીબી મુક્ત ભારત’નો સંકલ્પ : UGVCL અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી પાટણમાં ટીબી નિર્મૂલન અભિયાન

પાટણના 700 ક્ષય દર્દીઓને 6 માસ સુધી પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવશે

10 પંચાયતો ગોલ્ડ, 37 સિલ્વર અને 77 પંચાયતો બ્રોન્ઝ કેટેગરીમાં ટીબી મુક્ત જાહેર.

૨૪ માર્ચ ૨૦૨૬ – વિશ્વ ક્ષય દિને
કર ભલા તો હોગા ભલા ના સુત્રને લઇ શ્રી બ્રહ્મ સમાજ સ્વ ટ્રસ્ટ દ્વારા આજ રોજ પાટણ ખાતે આજે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ), મહેસાણાના કોર્પોરેટ સામાજિક દાયિત્વ (CSR) ના સહયોગથી “ટી.બી. મુક્ત ભારત અભિયાન” ૨૪ માર્ચ ૨૦૨૬ – વિશ્વ ક્ષય દિન અંતર્ગત પાટણ જિલ્લાના ૭૦૦ ટી.બી. દર્દીઓને પોષણ સહાયરૂપ વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.


ટીબી (ક્ષય) એ સમગ્ર વિશ્વમાં એક ગંભીર સમસ્‍યા છે અને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા (ડબલ્‍યુ.એચ.ઓ.) એ પણ ટીબી ને વૈશ્‍વિક સમસ્‍યા (Global Emergency) જાહેર કરેલ છે. આ વૈશ્‍વિક સમસ્‍યાને નાબુદ કરવા ભારત સરકારશ્રીએ રાષ્‍ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ (એન.ટી.ઇ.પી.) તરીકે વર્ષ ૧૯૯૭ થી અમલમાં મૂકેલ. રાષ્‍ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રી ભારત દેશમાંથી ટીબી રોગ ને નિર્મુલન કરવા માટે આહવાન કરેલ છે. ગુજરાત સરકાર પણ આ જાહેર આરોગ્ય ની કામગીરી કરવા કટિબધ્ધ છે.
ટીબી જીવાણુંઓની શોધ સને ૧૮૮૨ માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે કરી. ટીબીના જીવાણું શોધાય તે દિવસની યાદમાં વિશ્વમાં દર વર્ષે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૪ માર્ચ ૨૦૨૬ વિશ્વ ક્ષય દિવસ નું સુત્ર ભારત સરકારશ્રી દ્વારા “Yes! We Can End TB. Led by Bharat. Powered by Janbhagidari” સુત્ર આપવામાં આવેલ છે.

ભારત સરકારશ્રી દ્વારા “પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન (પી.એમ.ટી.બી.એમ.બી.એ. – ૨.૦)” અંતર્ગત ૨૪ માર્ચ ૨૦૨૬ – વિશ્વ ક્ષય દિન ના રોજ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વનરેબલ હાઇ રીસ્ક સમુદાય ની સઘન તપાસ કરી વધુમાં વધુ ક્ષય રોગનાં દર્દીઓનું નિદાન થાય, ત્વરિત સારવાર ઉપર મૂકાય તથા સારવાર ચાલુ રહે ત્યાં સુધી પોષણ યુકત આહાર મળી રહે તે સારુ કામગીરી કરવામાં આવનાર છે.
ટીબી નિર્મુલન ના આ ભગીરથ કામમાં માન. સમા હર્તા કલેરટરશ્રી તુષાર ભટ્ટ સાહેબશ્રી ના અથાગ પ્રયત્નથી યુ.જી.વિ.સી.એલ. ના સી.એસ.આર. ફંડમાંથી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ ના સહયોગ દ્વારા પાટણ જિલ્લાના ૭૦૦ ક્ષય રોગનાં દર્દીઓને ૬ માસ માટે પોષણ યુકત આહાર કીટ જેમાં ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, ગોળ, મીઠું, ખાવાલાયક તેલ, મગફળી, દેશી ચણા, ઉચ્ચ ગુણવત્તા યુકત પ્રોટીન પાવડર આમ આશરે પ્રતિ કીટ રુા.૧૭૮૫/- માહે ફેબ્રુઆરી – ૨૦૨૬ અને માર્ચ – ૨૦૨૬ દરમ્યાન આપવામાં આવેલ છે, જે ખુબ જ સરાહનીય છે. સ્‍વસ્‍થ, નિરામય અને સ્‍વચ્‍છ સમાજના નિર્માણમાં આપની સેવા નિરંતર સમુદાય ને મળતી રહે તેવી અપેક્ષા રાખીએ છીએ.
પાટણ જિલ્‍લામાં વર્ષ ૨૦૨૫ માં કુલ ૩૭૪૦ ટીબીના કેસો શોધાયેલ છે. જે દરેક ને સારવાર ઉપર મુકવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૪ માં કુલ શોધાયેલ ૪૦૯૪ કેસો પૈકી ૩૬૪૯ (૯૦%) દર્દીઓ ની સારવાર સફતળતાપુર્વક પુર્ણ થયેલ છે તથા સાજા થયેલ છે. પાટણ જિલ્‍લામાં કુલ ૧૪૪૦ નિક્ષય મત્રો દ્વારા ૭૬૫૦ ન્‍યુટ્રીશન કીટ પોષણ યુકત આહાર કીટ આપવામાં આવેલ છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત કુલ ૨૨૯૫ લાભાર્થીઓને ૧૨૨.૭૪/- લાખ રુ. નું ચુકવણું કરવામાં આવેલ છે.
પાટણ જિલ્લામાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એલ. પટેલ સાહેબશ્રી તથા માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિષ્ણુભાઇ પટેલ સાહેબશ્રીના સતત માર્ગદર્શન હેઠળ કુલ ૧૨૪ ગ્રામ પંચાયતો ને વર્ષ ૨૦૨૫ માં ટીબી મુકત જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ગોલ્ડ કેટેગરીમાં ૧૦, સિલ્વર કેટેગરી માં ૩૭ અને બ્રોન્ઝ કેટેગરીમાં ૭૭ ગ્રામ પંચાયતો નો સમાવેશ થાય છે. જે ખુબ જ પ્રશંસનીય છે.
આ પ્રસંગે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ દવે, દ્વારા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવુંતીઓની માહિતી આપી હતી જેના અગાઉ પણ અમારી સંસ્થા દ્વારા અગાઉ પણ પાટણ જિલ્લાના ૫૭૦ ક્ષયના દર્દીઓને ન્યૂટ્રિશિયન કીટ વિતરણ કરવાની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરાવલ્લી ખાતે ૭૦૦૦ જેટલા HIV+ લોકોને પણ ન્યૂટ્રિશિયન કીટ તેમજ હેલ્થ અને સેફ્ટી કીટ વિતરણ કરવાની કામગીરીનો સંસ્થા બહોળો અનુભવ ધરાવે છે. સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન પાટણ જિલ્લામાં પોતાના સ્વ ભંડોળમાંથી દિવ્યાંગ લાભાર્થી, વિધવા બહેનો અને ગરીબ લોકોને કીટ વિતરણ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે. તેમજ સંસ્થા દ્વારા વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનમાં TB ના દર્દીઓને ૧ વર્ષ સુધી ન્યૂટ્રિશિયન કીટ આપવાની કામગીરી પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. સદર કાર્યક્રમમાં શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના સ્ટાફ તેમજ આરોગ્યના સ્ટાફ સાથે મળી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here