શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણના કુલપતિ દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીનાં વિવિઘ ફેકલ્ટીના ડીનની પાંચ વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે જેમાં શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ,શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ,થરાના કર્મયોગી આચાર્ય ડૉ.દિનેશકુમાર એસ.ચારણની વિનયન વિદ્યા શાખામાં (આર્ટ્સ ફેકલ્ટી) ના ડીન તરીકે વરણી કરવામાં આવી છે. જે ફકત કાંકરેજ પ્રદેશ માટે જ નહીં,પરંતુ સમગ્ર બનાસકાંઠા જીલ્લા માટે તેમજ આનર્ત પ્રદેશ માટે ગૌરવની બાબત છે.જેઓ નિષ્ઠાપૂર્વક પોતાનો સ્વધર્મ નિભાવી,યુનિ.ની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
આ ગૌરવપ્રદ નિમણૂંક બદલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ ના પ્રમુખ ધીરજકુમાર કે.શાહ, મંત્રી જીતુભાઇ શાહ, મંડળના તમામ સદસ્યઓ, અધ્યાપક-ગણ અને કર્મચારીગણ હૃદયપૂર્વકની અઢળક શુભેચ્છાઓ પાઠવે છે સવિશેષ સમગ્ર કોલેજ- પરિવાર ગૌરવની લાગણી વ્યક્ત કરે છે.
યશપાલસિંહ ટી.વાઘેલા થરા
Home Gujarat BANASKANTHA થરાના કર્મયોગી આચાર્ય ડૉ.દિનેશકુમાર એસ.ચારણની HNGU ના કુલપતિ દ્વારા વિનયન વિદ્યા...




