ઠંડા પાણીનો બગાડ ન કરવા અને પરબની આજુ બાજુ ગંદકી ન થાય તેની તકેદારી રાખવા પ્રમુખે સૌને અપીલ કરી..
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ શહેરના અંબિકા શાક માર્કેટના પ્રમુખ,મંત્રી સહિત કારોબારી સભ્યો અને વેપારીઓના સહયોગથી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શાક માર્કેટમાં આવતા ખેડૂતો,વેપારીઓ તેમજ આમ પ્રજાને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા ઉદ્દેશથી અખાત્રીજના પવિત્ર દિવસે અંબિકા શાક માર્કેટમાં ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજભાઈ પટેલ અને મંત્રી કનુભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો દ્વારા સૌપ્રથમવાર ચાલુ સાલે ઉનાળાની ગરમીમાં માર્કેટ ના વેપારીઓને તેમજ માર્કેટમાં શાકભાજીના વેચાણ અર્થે આવતા ખેડૂતો અને શાકભાજીની ખરીદી અર્થે આવતી આમ પ્રજાને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી પાણીની પરબ ની સેવા પ્રવૃત્તિને સૌએ સરાહનીય લેખાવી હતી.
અંબિકા શાક માર્કેટમાં ઠંડા પાણીની પરબના શુભારંભ પ્રસંગે પ્રમુખ મનોજભાઈ પટેલે ખેડૂતો, વેપારીઓ અને આમ પ્રજાને પાણીનો બગાડ તેમજ પરબની આજુ
બાજુ ગંદકી ન થાય તેની તકેદારી રાખવા સૌને અપીલ કરી હતી.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..



