કાંકરેજ તાલુકાની પ્રજા માટે સમાચાર કે હારીજ ડેપો દ્વારા એક નવીન રૂટ થરા થી શંખેશ્વર શરૂ કરવામાં આવ્યો છે થરાથી બપોરે ૧.૪૫ વાગ્યે ઉપડી વાયા ખારીયા, ટોટાણા, રોડા, રૂગનાથપુરા, કાઠી, કાતરા, હારીજ, સમી.મોટીચંદુર,જેસડા થઈને શંખેશ્વર સાંજે ચાર વાગ્યે પહોંચશે..આ નવીન રૂટની બસ શરૂઆત થતા થરા નગરમાં જૈન સમાજ અને વેપારીઓ આમ જનતામાં આનંદની લાગણી ફેલાઇ છે. દિનેશભાઇ શાહ, નવીનભાઈ શાહ તેમજ અન્ય જૈન સમાજ ના વેપારીઓ હાજર રહી આ રૂટના ડ્રાઈવર અને કન્ડકટરને મોં મીઠુ કરાવીને શંખેશ્વર પાશ્રવ્રનાથ દાદાની જય બોલાવી પ્રસ્થાન કરાવ્યું હતું.થરા તથા આજુબાજુ ની પ્રજાને સારો એવો લાભ મળશે તેવું લોકોએ જણાવ્યું હતું




