થરા નગરમાં એક સમાજના બે જુથો વચ્ચે અથડામણ.. ૧૦થી વધુ ઘાયલ…

કાંકરેજ તાલુકાના થરા નગરમાં પોલીસ સ્ટેશનથી અડધો પોણો કી.મી.દૂર પશ્ચિમ દિશામાં આવેલ દિયોદર ત્રણ રસ્તા ઓવર બ્રિજ ગરનાળામાં દેવી પૂજક સમાજના લોકો વચ્ચે સામાજિક કારણોસર બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ
કર્યું હતું જેમાં પટ્ટણી દેવી પૂજક સમાજના બે જુથોમાં પુરુષ મહિલાઓ હાથમાં લાકડી ધોકા ધારિયા રોડા જેવા સાધનો વડે એકબીજા પર ઝનુની રીતે તૂટી પડ્યા હતા.થરા નગરથી દૂર હોવાથી આ ઘટનાની અસર થરા માર્કેટ યાર્ડ બસ સ્ટેશન કે અન્ય વિસ્તારોમાં જોવા મળી ન હતી છતાં આ વિસ્તારમાં થોડી વાર સુધી ભયનો માહોલ ઊભો થયો હતો.દેવી પૂજક લોકોના બંને ટોળાં એકબીજાના લોહી તરસ્યા બન્યા હોય તે રીતે હુમલાઓ કરતા દશથી વધુ લોકો ઘાયલ થયેલ જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલને થરા રેફરલમાંથી ધારપુર પાટણ હોસ્પિટલ તરફ રિફર કર્યા હોવાનું જાણવા મળે છે થરા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.થરા નગરમાં રખડતાં ગાય આખલા ઓનો ઉપદ્રવ,વરસાદી પાણી રસ્તાના ખાડા અને દેવીપૂજક સમાજના લોકો આવી હરકતો રસ્તા વચ્ચે સડેલાં શાકભાજી નાખવા ગંદકી કરવી સામે પોલીસ પાલીકા તંત્રની કામગીરી સામે પણ સવાલો થઈ રહયા છે ત્યારે પોલીસ પાલિકા આ તત્વો અને રખડતાં ગાય આખલાઓનો ત્રાસ દૂર કરવા કડક કાર્યવાહી હાથ ધરશે ખરું કે પછી ભલા તોરી…???
યશપાલસિંહ ટી વાઘેલા થરા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here