પાટણ વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના રાષ્ટ્રીય કાર્યાલયનુ મુખ્યમંત્રી દ્રારા ઉદ્ઘાટન કરાશે.

રાજકોટ ખાતે માયા વેલ રાજ્ય કક્ષા ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરાશે. યોજાશે.

વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના સોવિનિયરનુ કેન્દ્રીય કાનૂન મંત્રી વિમોચન કરશે

પાટણ તા.૧૪
વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન ડો.કિરીટભાઈ સોલંકીના નિવાસ સ્થાને
રવિવારે સંસ્થાના ટ્રસ્ટી યોગેશભાઈ સોલંકી (રાજકોટ) પૂર્વ સાંસદ રાજ્યસભા રાજુભાઈ પરમાર, પ્રમુખ ગુજરાત વણકર સમાજ તરુણ ચંદ્ર સોલંકી, પૂર્વ ડીરેકટર ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અરુણકુમાર સાધુ સહિતના આગેવાનો ની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
આ બેઠકમાં પૂર્વ સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીએ આગામી સમયમાં વીર મેઘમાયા ના વધારે વૈશ્વિક પ્રચાર કરવા માટે નવા કાર્યક્રમો અંગે ચિંતા અને ચિંતન કર્યું હતું. જેની સાથે પ્રવર્તમાન સમયમાં મંદિર સ્મારકની જે કામગીરી છે જેનું ટૂંક સમયમાં ફેજ ટુ ની કામગીરી શરું થનાર છે તેમજ આગામી સમયમાં કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાળ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણની રાષ્ટ્રીય કક્ષાની ઓફિસના ઉદ્ઘાટન અને જાજરમાન સોવિનિયરની વિમોચન વિધિ યોજાનાર છે જેને ભવ્યતા થી ભવ્ય રીતે સફળ બનાવવા માટે અને સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટ ખાતે નવરાત્રી સમય દરમિયાન ” વીર મેઘમાયા ગરબા વેલ સ્પર્ધા રાજ્ય કક્ષાનું ” આયોજન કરવા માટે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા પરામર્શ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત આગામી સમયમાં વિવિધ જિલ્લા, ઝોન, રાજ્યકક્ષાની વિવિધ સમિતિઓની પણ રચના કરવા માટેની પણ ગહનતાપૂર્વક ચર્ચા વિચારણા કરાઈ હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here