થરા માર્કેટ યાર્ડના સામાન્ય ચુંટણી જંગમાં ભાજપ સામે ભાજપનો બળવો..ટક્કરમાં કોણ કોને માત આપશે

ગુજરાત વિધાનસભાની કડી વિસાવદરની ખાલી પડેલ બેઠક ના જાહેર થયેલ પરિણામમાં ભાજપ – આપ વિજેતા થયેલ જ્યારે કોંગ્રેસની કારમી હાર થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધુ હવે પરિણામ બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરફાર થાય તેવી અટકળો વચ્ચે..ગઇકાલે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણીના તા.૨૦/૩/૨૫ના રોજ ડો.પ્રતીક ઉપાધ્યાય નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પડેલ જાહેરનામ અનુસાર ગુજરાત ખેત ઉત્પન્ન અને બજાર,(પ્રમોશન એન્ડ કન્સીલી ટેશન) અધિનિયમ ૧૯૬૩ની કલમ ૧૧ માં કરેલ જોગવાઈ અનુસાર હાલની કમિટીની મુદત પૂર્ણ થયેલ કમિટીની સામાન્ય ચૂંટણીની ૧૦+૪+૨ કુલ -૧૬ બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલ પરંતુ સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ મંડળીઓના મત વિભાગની બે બેઠકો માટે કોર્ટ મીટર થતાં આ બે બેઠકો સિવાય બેઠકો માટે તા.૧૯/૦૬/૨૦૨૫ના સવારે ૧૧ થી ૬ વાગ્યા સુધીમાં ખેડૂત મત વિભાગની દશ બેઠક માટે ૬૯ અને વેપારી મત વિભાગની ચાર બેઠક માટે ૧૧ એમ કુલ ૧૦ + ૦૪ કુલ ૧૪ બેઠકો માટે ૬૯ + ૧૧ એમ કુલ ૮૦ ઉમેદવારી પત્રો (ફોર્મ )ભરાયા હતા આ તમામ ફોર્મની ચકાસણી તા ૨૦/૦૬/ ૨૦૨૫ના રોજ થયેલ જેમાં ખેડૂત વિભાગના ૬૯ તથા વેપારી વિભાગનાં ૧૧ એમ તમામ આવેદનપત્રો માન્ય રહયા હતા . આજે તા.૨૩/૦૬/૨૫ સોમવારના સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી આવેદન પત્રો પાછા ખેંચવાની અવધિ હતી ત્યારે બનાસકાંઠા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા પ્રમુખ ભાજપ બનાસકાંઠાએ જાહેર કરેલ મેન્ડેડ મુજબ એ.પી.એમ.સી.થરા બોર્ડ ઓફ ડિરેકટર સામાન્ય ચુંટણીના ઉમેદવાર માટે બનાસકાંઠા ભાજપ નિરીક્ષકશ્રી ઓ ધ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયા ને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ નેતૃત્વ સાથે પરામર્શ કરી નીચે મુજબના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પેનલની પસંદગી કરવામાં આવે છે.
વેપારી વિભાગ પેનલ
નાગજીભાઈ ભેમાભાઈ પટેલ
ભાવનગર,કિરીટભાઈ અમરત લાલ અખાણી થરા રમેશભાઈ નરભેરામભાઈ જોષી શિરવાડા રમેશભાઈ ગોપાળભાઈ દવે રણાવાડા
ખેડૂત વિભાગ પેનલ
ઈશ્વરભાઈ આણદાભાઈ પટેલ
વસ્તાસર,બાબુભાઈ માલાભાઈ ચૌધરી ખસા,લખમણભાઈ નાનજીભાઈ પટેલ માનપુરા ભગવાનભાઈ કરશનભાઈ પટેલ ઝાલમોર,ભેમસંગ ભેમાજીજાદવ રાનેર,મુકેશસિંહ મગનસિંહ વાઘેલા રાણકપુર,પ્રવિણભાઈ અમરતભાઈ દેસાઈ બુકોલી, મગનભાઈ હરદાસભાઈ દેસાઈ, રામાજી કપૂરજી ઠાકોર લક્ષ્મીપુરા ત્રિકમજી નગાજી ઠાકોર તાતીયાણા ઉપરોકત મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવેલ જ્યારે થરા માર્કેટ યાર્ડમાં લગભગ બાવીસ વધુ વર્ષ ચેરમેન પદે રહી ચુકેલા અણદા ભાઈ રામાભાઈ પટેલને ભાજપે મેન્ડેડ નહી આપતાં તેમને ભાજપ સામે પોતાની પેનલના ઉમેદવારો ઊભા રાખતાં ઉમેદવારોની પેનલની પસંદગી કરવામાં આવે છે.
વેપારી વિભાગ પેનલ
રમેશભાઈ ધુડાભાઈ જોષી
રાજુભાઇ સગરામભાઈ પ્રજાપતિ
મુકેશભાઇ સોમાભાઈ રાવલ
કિરણભાઇ હરગોવનભાઈ રાવલ
ખેડૂત વિભાગ પેનલ
અણદાભાઈ રામાભાઈ ચૌધરી પટેલ,કરશનભાઈ રમાભાઈ ચૌધરી પટેલ,ગોવિંદભાઈ ઉજમભાઈ ચૌધરી,જગમાલ ભાઇ રાજાભાઈ કુવા ડામરભાઈ લવજીભાઈ ખરસણ,દાનસુંગજી કપુરજી ઠાકોર માંનસુગભાઈ વીરાભાઇ તરક,જીવણભાઈ રમાભાઈ પીલીયાતર, પ્રહલાદ સિંહ રણજીતસિંહ વાઘેલા,
બળદેવભાઈ જીવણભાઈ દેસાઈ
આમ,થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ મતની બે બેઠકો માટે કોર્ટ કાર્યવાહી ચાલતી હોઈ તેનો જે નિર્ણય ચુકાદો આવ્યા પછી તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. બાકીની આ ચૌદ બેઠકો માટે ચુંટણી મતદાન તા. ૩૦/૦૬/ ૨૦૨૫ સોમવારે સવારે નવ વાગ્યાથી સાંજ પાંચ વાગ્યા સુધી થશે અને મતગણતરી તા.૦૧/૦૭/૨૫ મંગળવારે સવારે નવ વાગ્યાથી પુરી થાય ત્યાં સુધી.
આજે તા.૨૩/૦૬/૨૫સોમવાર ના ત્રણ વાગ્યા સુધી*l ૫૨ જેટલા આવેદનપત્રો પાછા ખેંચાયા પછી ચૌદ બેઠકો પર ચુંટણી જંગ ૨૮ ઉમેદવારો વચ્ચે થશે તે નક્કી થયું છે .આ ચૂંટણી જંગમાં ભાજપના બે જુથો વચ્ચે જ સીધી ટક્કર છે. થરા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરીત પેનલ અને પૂર્વ. ચેરમેન અણદાભાઈ રામાભાઈ ચૌધરી પટેલ પેનલ વચ્ચે મુકાબલો થશે.ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકીય સહકારી ક્ષેત્રની નજર થરા માર્કેટ યાર્ડની ચુંટણી પર છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here