
ગુજરાત વિધાનસભા કડી વિસાવદરની પેટા ચુંટણી ગઇકાલે યોજાઈ,ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી રવિવારે થશે એ પુરી થયા બાદ બનાસકાંઠા જિલ્લાના અગ્રેસર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણીના તા.૨૦/૩/૨૫ ના રોજ ડો.પ્રતીક ઉપાધ્યાય નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પડેલ જાહેરનામ અનુસાર ગુજરાત ખેત ઉત્પન્ન અને બજાર,(પ્રમોશન એન્ડ કન્સીલી ટેશન) અધિનિયમ ૧૯૬૩ની કલમ ૧૧ માં કરેલ જોગવાઈ અનુસાર હાલની કમિટીની મુદત પૂર્ણ થયેલ કમિટીની સામાન્ય ચૂંટણીની ૧૦+૪+૨ બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલ તેઅનુસંધાને તા.૧૯/૦૬/૨૦૨૫ના સવારે ૧૧ થી ૬ વાગ્યા સુધીમાં ખેડૂત મત વિભાગ અને વેપારીમાં વિભાગના કુલ ૧૦ + ૦૪ કુલ ૧૪ બેઠકો માટે ૬૯ + ૧૧ એમ કુલ ૮૦ ફોર્મ ભરાયા હતા આ તમામ ફોર્મની ચકાસણી તા ૨૦/૦૬/ ૨૦૨૫ના રોજ થયેલ જેમાં ખેડૂત વિભાગ ના ૬૯ તથા વેપારી વિભાગનાં ૧૧ એમ તમામ આવેદનપત્રો માન્ય રહયા હતા . આવેદનપત્રો પાછા ખેંચવાના તા.૨૩/૦૬/૨૫ સોમવારના ત્રણ વાગ્યા સુધી છે.એટલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણની બે બેઠકો માટે કોર્ટ કાર્યવાહી ચાલતી હોઈ તેનો જે નિર્ણય ચુકાદો આવ્યા પછી તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ચૌદ બેઠકો માટે ચુંટણી મતદાન તા. ૩૦/૦૬/૨૫ સવારે નવ વાગ્યાથી સાંજ પાંચ વાગ્યા સુધી અને મતગણતરી તા.૦૧/૦૭/૨૫ સવારે નવ વાગ્યાથી પુરી થાય ત્યાં સુધી.
તા.૨૩/૦૬/૨૫ સોમવારના ત્રણ વાગ્યા સુધી કોના આવેદનપત્રો પાછા ખેંચાય છે તે પછી ચુંટણી જંગ શરૂ થશે.આ ચૂંટણી જંગમાં ભાજપના બે જુથો વચ્ચે ટક્કર છે. થરા માર્કેટ યાર્ડમાં લગભગ ચોવીસ વર્ષની અણદાભાઈ રામાભાઈ પટેલ ચેરમેન પદે રહી ચુક્યા છે.આ વખતે નવા કોઇ વ્યક્તિની પસંદગી થાય તેવી રણનીતિ ખેલાઇ રહી છે. અત્યારે થરા માર્કેટ યાર્ડમાં વહીવટદાર તરીકે જિલ્લા રજીસ્ટર ગઢવી કામગીરી કરી રહયા છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




