
પાટણ તા. ૨૦
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા શુક્રવારના રોજ ગુજરાત ઉત્તર પ્રાંત ના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર જયેશભાઈ પટેલ ના જન્મ દિન ની વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પ્રસિદ્ધ સિદ્ધહેમ ગાર્ડન ખાતે આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમ મા ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા ના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ સહિત ના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ વ્યક્ત કરી જયેશભાઈ પટેલ ના જન્મ દિનની ઉજવણીને યાદગાર બનાવી હતી.



