કેન્ટિન પાણીની પરબ ખુલ્લી મુકાઇ…
શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા શ્રી ઓગડ વિદ્યા મંદિરમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મંડળના ઉત્સાહી પ્રમુખશ્રી ધીરજભાઈ કે. શાહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આપ્રસંગે શાળાના ધો.એક થી બાર કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સુંદર દેશ ભક્તિના કાર્યક્રમની રજૂઆતો કરવામાં આવી હતી.આ પ્રસંગે ધીરજ ભાઈ કે.શાહે પોતાના પ્રવચનમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર ભાવના વિકસાવી દરેક વ્યક્તિ દેશ હિતમાં કામ કરે અનેઆપણો દેશ સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિ શાળી બની વિશ્વગુરુ બને તેવી નેમ તથા ભ્રષ્ટાચારમુક્ત દેશ બને તેવી આશા વ્યક્ત કર્યુ હતું.
કેન્ટીનના દાતા સવિતાબેન દલપતલાલ શાહ (શિહોરી) અમદાવાદ,પરબના દાતા માતૃશ્રી કોકીલાબેન શાંતીલાલ કુરિયા પરિવાર માતૃશ્રી શાંતાબેન અમૃતલાલ પટેલ પરિવાર માતૃશ્રી મોતીબેન બબલદાસ પાંચાણી પરિવાર માતૃશ્રી મધુબેન ચીનુભાઈ શાહ પરિવાર (ચંદન ગ્રુપ) દ્વારા તૈયાર કરવામાં આવેલ
કેન્ટીન પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ ધ્વજવંદન કાર્યક્રમમાં કે.મં.ના મંત્રી જીતુભાઈ શાહ, ચંદ્રસિંહજી વી. વાઘેલા,સવિતાબેન શાહ દલપતલાલ શાહ,પાલીકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, યશપાલસિંહ ટી.વાઘેલા, રાજેશ ભાઈ સોની, દિનેશભાઈ શાહ, હસમુખભાઈઝવેરી,ગીરાબેનશાહ મલાભાઈ દેસાઈ વિક્રમસિંહ વાઘેલા,શાંતિલાલ શાહ,ડૉ. મંગળભાઈ મહેતા, ડો.હેમરાજ ભાઈ પટેલ, સુરેશભાઈ ત્રિવેદી નિરંજનભાઈ ઠકકર,આચાર્ય અશોકભાઇ વાલાણી કોલેજના આચાર્ય ડો.દિનેશભાઈ ચારણ, ભારમલ ભાઈ ડી.પટેલ, કમલેશ ભાઈ શાહ સમકીતભાઈ શાહ તથા મંડળ સંચાલીત શૈ. સંસ્થા ઓના આચાર્ય ગીરાબેન ઠકકર, અંજુબેન ઠકકર,ભલા ભાઈ નાડોદા તથા સમગ્ર શિક્ષક ગણ, વહીવટી ગણ અને શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.સમગ્ર ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન કોલેજ એન.સી.સી. ઓફિસર મુંધવાએ તથા સંચાલન સુહાગ બારોટ , જે ટીજોષીએ કર્યું હતું.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




