૭૯મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વારાહી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પાટણ કલેક્ટરશ્રીના હસ્તે રોટરી કલબ પાટણ સંચાલિત એસ. કે. બ્લડ બેંકને તાજેતરની યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન સૌથી વધુ બ્લડ સર્વિસ પૂરી પાડવા બદલ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. જે સન્માન રોટરી બ્લડ બેંક તરફથી ટ્રસ્ટી અને ટેકનિકલ સુપરવાઈઝર ડો. બાબુભાઈ પ્રજાપતિએ સ્વીકાર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ તથા આસપાસના જિલ્લાઓમાં છેલ્લા ચાર દાયકાથી એકમાત્ર એવી રોટરી બ્લડ બેંક સતત કાર્યરત રહી છે, જેના દ્વારા લાખો દર્દીઓને નવજીવન મળ્યું છે. બ્લડ બેંક ઓછી સર્વિસ ચાર્જ સાથે તથા હજારો દર્દીઓને વિનામૂલ્યે બ્લડ સર્વિસ પૂરી પાડી રહી છે અને આધુનિક ઉપકરણોથી સજ્જ છે.
આ અવસર પર બ્લડ બેંક ચેરમેન જયરામભાઈ પટેલ, કો ચેરમેન ઝેડ એન સોઢા ,એડમિનિસ્ટ્રેટર નૈતિક પટેલ, રોટરી પ્રમુખ ડો. પરિમલ જાની તથા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન .
ઓપરેશન સિંદુર દરમ્યાન પાટણ જિલ્લાની વિવિધ બ્લડ બેંક સાથે સંકલન કરી રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં અગત્યની ભૂમિકા ભજવનાર ડો. બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના પ્રયાસ થી ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરેલા બ્લડ કલેક્શન ટાર્ગેટ ફક્ત ત્રણ દિવસમાં પૂર્ણ કરી જિલ્લા માટે ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું અને સમગ્ર જિલ્લામાં દેશભક્તિનો માહોલ ઊભો થયો હતો.
રોટરી બ્લડ બેંક ટીમ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરાયો હતો.



