કાંકરેજ તાલુકાના પૂર્વ. ધારાસભ્ય સ્વ.ભગતભાઈની ૩૮મી પુણયતિથીએ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા
કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી સાથે કેળવણી મંડળના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય સ્વ.શાંતિલાલ છોટાલાલ ધાણધારા (ભગત)ની ૩૮મી પૂણ્યતિથિની ઉજવણી કાંકરેજ તાલુકા કેળવણી મંડળના મંત્રી જીતુભાઈ શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. આ પ્રસંગે શાળા ની બાળાઓએ ગુરુવંદના ગીત, ભજન રજુ કરી ગુરુનો મહિમા અપરંપાર છે તેવી ભાવના સાથે ગુરૂજીઓનું કુમકુમ તિલક કરી પૂજન કરેલ અને સ્વ.શાંતિલાલ છોટાલાલ ધાણધારા (ભગત)ની ૩૮મી પૂણ્યતિથિએ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ.આ પ્રસંગે ભજન વકતૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.આ પ્રસંગે આચાર્ય અશોકભાઈ વાલાણી, યશપાલસિંહ ટી વાઘેલા,ભૂપેન્દ્ર ભાઈ શાહ,દિલીપભાઈધાણધારા સુરેશભાઈ ત્રિવેદી સમકિતભાઈ શાહ,ચંપકભાઈ પરમાર,કે.એલ. વાઘેલા,વી.કે.ચૌધરી,કે.એ. દલ વાડી,વી.આર.જોશી,વી.એન. ઠાકોર, જે.એમ.ચરમટા,નારણભાઈ ચૌધરી, અનિલભાઈ, ભલાભાઈ વિગેરે ગુરુજીઓના આશીર્વાદ વિદ્યાર્થી ભાઈબહેનોએ લીધા હતા.કાર્યક્રમનું સંચાલન વી.એમ. રાવળ અને સુહાગભાઈ બારોટે ભાવમયી શૈલીમાં કરેલ.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




