ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે પાટણ શહેરના પ્રાચીન પંચમુખી હનુમાનજી મંદિર પરિસર ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી…

હજારોની સંખ્યામાં ભક્તોએ નર્મદાગીરી મહારાજની ગાદીએ પૂજન તેમજ દર્શનનો લાભ લીધો..


પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નમિત્તે ભક્તોની ભીડ જામી હતી. પંચમુખી હનુમાન મંદિરમાં બ્રહ્મલિન નર્મદાગીરીજી મહંતની ગુરુગાદી અને પાદુકા પૂજન માટે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા હતા.
પંચમુખી હનુમાન મંદિર ખાતે ગુરૂગાદી અને પાદુકા પૂજન માટે વિવદ્ય સામાજીક તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા. મંદિર પરિસરમાં ભક્તો માટે ભોજન-પ્રસાદ ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો…




