દ્વારકાધીશના દર્શને જતાં ઓગડ-દિયોદર તાલુકાના અધગામ નવાગામના ચાર પદયાત્રીઓને કાળ ભરખી ગયો

માળીયા મિંયાણા તાલુકાના ચાચાવદરડા ગામ પાસે કન્ટેનર ભરેલા ટ્રકે પાંચને અડફેટેલીધા, ચાર શ્રદ્ધાળુનાં ઘટનાસ્થળે મોત,એક ગંભીર ઈજાગ્રસ્ત હિટ એન્ડ રન સર્જી ચાલક ફરાર…

બનાસકાંઠા- વાવ થરાદ જિલ્લાના ઓગડ- દિયોદર તાલુકાના અધગામ અને નવાગામના શ્રદ્ધાળુઓનો એક પદયાત્રી સંઘ ગત ૧૧મી ડિસેમ્બરના રોજ દિયોદર તાલુકા ના નવા ગામથી પગપાળા દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા. તા.૧૬મી ડિસે.મંગળવારે માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલા સાપે શ્વર મહાદેવ મંદિરે રાત્રિ રોકાણ બાદ બુધવારની વહેલી સવારે સરવાલ હનુમાન મંદિરથી સંઘના સભ્યો માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામ પહોંચ્યા હતા.જ્યાં પાછળથી એક કાળ મુખો યમરાજ બનીને આવતા કન્ટેનર ભરેલો ટ્રક પદયાત્રીને રમકડાંની માફક હાઈવે પર અડફેટે લીધા હતા.ટ્રકે એટલી જોરથી ચારેય પદયાત્રીને ઉલાળ્યાં કે કોઈને ઊભા થવાનો પણ મોકો મળ્યો ન હતો. ચારેય પદયાત્રીઓની લાશો રોડ પર પથરાઈ ગઈ હતી. થોડીવાર બાદ બીજી એક કન્ટેનર ભરેલી ટ્રક પણ ત્યાંથી નીકળી હતી. જોકે, આ ટ્રકે લાશ પડી હતી તેની સાઈડમાંથી ટ્રક હંકારી હતી.આ દુર્ઘટનામાં ૪ ચાર શ્રદ્ધાળુ પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા,જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સાર વાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુ પદયાત્રીઓ ૧.દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. ૨૮, રહે. અધગામ,ઓગડ)૨. હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. ૨૮, રહે. અધગામ,તા. ઓગડ)૩. ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. ૬૫, રહે. નવા તા.દિયોદર)
૪.અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. ૬૨,રહે. નવા તા.દિયોદર) ટ્રકની પાછળથી ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓના શરીરના ફંગોળાઈ જવાને કારણે ચારેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. સવારે હાઈવે પર લોહીલુહાણ હાલતમાં લાશોના ઢગલા જોઈને પસાર થતાં વાહનચાલકો થંભી ગયા હતા. આ અકસ્માતમાં ૫૦ વર્ષીય નરસંગભાઇ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા મોરબી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી સાંત્વના આપી હતી અને મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન ઓગડ દિયોદર મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરી આપી હતી.
ઘટનાની જાણ થતા જ માળિયા-મિયાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.
અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રકચાલકને ઝડપી પાડવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને નાકાબંધી ના આધારે તપાસ તેજ કરી છે.
યશપાલસિંહ ટી. વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here