સિદ્ધપુરના સેંસામાં બંધ મકાનમાં પ્રવેશી તસ્કરો રૂ. 1.50 લાખના મુદ્દામાલ ની ચોરી કરી ફરાર બન્યા.

પાટણ તા. 17
સિદ્ધપુર તાલુકાના સેંસા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.50 લાખની ચોરી કરી ફરાર થયા હોવાની કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


આ ઘટના ની મળતી માહિતી મુજબ સેંસા ગામના રહેવાસી અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રાજુજી બાલાજી ઠાકોરના બંધ ઘર ને અજાણ્યા તસ્કર ઈસમોએ તા. 16 ડિસેમ્બરના રોજ સવારે 11:00 થી બપોરના 12:45 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો.ચોરોએ ઘરમાં રાખેલી લોખંડની તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ રૂ. 35,000 મળી કુલ રૂ. 1,50,000ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
આ ચોરી ની ધટના મામલે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતાં કાકોશી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી PSI જે.ટી.ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here