પાટણના હાંસાપુર ખાતેથી વિદેશી દારૂનો જથ્થા ભરેલ ગાડી સાથે એક શખ્સને ઝડપી લેતી પાટણ એલસીબી ટીમ..

પોલીસે કાર અને વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૧૧.૧૭ લાખ નો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા. ૧૭
પાટણના હાંસાપુર ખાતેથી વિદેશી દારૂનો જથ્થા ભરેલ ગાડી સાથે એક શખ્સને પાટણ એલસીબી ટીમે આબાદ ઝડપી વિદેશી દારૂની બોટલ નંગ-૩૭૮ કિ.રૂ. ૪,૧૬,૬૧૦ નો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જીલ્લા માંથી પ્રોહી.લગતની ગે.કા. પ્રવૃતિ દુર કરવા જિલ્લા પોલીસ વડા એ કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી. ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની ફોક્સ વેગન ગાડી નં.જી.જે.૨૪ એ.યુ. ૬૨૨૦ મા વિદેશી દારૂ ભરી હાંસાપુર ગામ ચોકમા આવેલ ડેરી પાછળ આવેલ વાડા વિસ્તારમાં આવવાની છે. જે હકીકત આધારે ટીમે પ્રોહી વોચ ગોઠવી વિદેશી દારૂ મંગાવનાર પટેલ સૌરભભાઇ ઉર્ફે બોડો જયંતિલાલ રહે હાંસાપુર વાળાને વિદેશી દારૂની બોટલ નંગ-૩૭૮ કુલ કિં.રૂ.૪,૧૬,૬૧૦ તથા ફોક્સ વેગન કંપનીની ટીયાગોન ગાડી.રૂ.૭ લાખ તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૧૭, ૧૧૦ ના મુદામાલ સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનથી લક્ઝરીમા દારૂ ભરી મોકલનાર દિનેશ દેવાંશી રહે ઉદલીયાવાસ જી.જોધપુર રાજસ્થાન વાળો તથા વીર તેજાજી ટ્રાવેલ્સ લક્ઝરી માથી ઉંઝા પુલ નીચેથી દારૂ કાઢી પકડાયેલ આરોપી પટેલ સૌરભને ગાડીમા ભરી આપનાર અજાણ્યો માણસ રહે રાજસ્થાન વાળાઓ હાજર મળી આવેલ ન હોય ત્રણેય આરોપીઓ વિરુધ્ધ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે પ્રોહી. એક્ટ મુજબ ગુનો રજી. કરાવી આગળ ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here