૧૦૦૮ પ. પુ.બળદેવનાથ બાપુના વરદ હસ્તે શ્રી જહું ઓગડ વાડી,હરિહર હોલ અને યાત્રી માટેના રૂમોનુ લોકાર્પણ કરાયું…

માતાજીની ભવ્ય શોભાયાત્રા નું વાલ્મીકિ સમાજ અને રોહિત સમાજની દિકરીઓના હસ્તે પ્રસ્થાન કરાયુ…

હવન – યજ્ઞ સહિત મંદિર પરિસર બહાર યોજાયેલ ભાતીગળ મેળા મા માનવ મહેરામણ ઉમટયુ…

પાટણ તા.6
પાટણ સમીપ આવેલા ધારણોજ મુકામે બિરાજમાન શ્રી જહુ માતાજી મંદિર પરિસર ખાતે તા. 5 ફેબ્રુઆરીને ગુરૂવારના પવિત્ર દિવસે ભક્તિમય માહોલ વચ્ચે 8 મો પાટોત્સવ વિવિધ ધાર્મિક ઉત્સવ અને ભાતીગળ મેળાના ભવ્ય આયોજન સાથે ઉજવવામાં આવ્યો હતો.
ધારણોજ ખાતે બિરાજમાન જહું માતાના મંદિર ખાતે 8 મો પાટોત્સવ પ્રસંગે દેવ દરબાર જાગીર મઢના મહંત ૧૦૦૮ પ. પૂ.
બળદેવનાથ મહારાજે ખાસ ઉપસ્થિત રહી માતાજીના 8 માં વાર્ષિક પાટોત્સવ અને ભાતીગળ મેળાનો પ્રારંભ કરાવી શ્રી જહું ઓગડ વાડી,હરિહર હોલ અને યાત્રી માટેના રૂમોનુ લોકાર્પણ કરી ઉપસ્થિત સૌ ભકતોને પોતાના રૂડા આશીર્વાદ પાઠવ્યાં હતા.
માતાજીના 8 મા પાટોત્સવ ની ઉજવણી અંતગૅત સવારે 6-00 કલાકે માતાજી ની પુજા- અચૅના અને અન્નકૂટ આગી કરવામાં આવેલ. ત્યારબાદ 9-00 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા હજારો માઈભક્તો ના જય જયકાર વચ્ચે સૌ પ્રથમવાર વાલ્મિકી સમાજ અને રોહિત સમાજની દીકરીઓના વરદ હસ્તે પ્રસ્થાન પામી હતી.જે શોભાયાત્રા નું ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને નિજ મંદિરે સંપન્ન બની હતી.
મંદિર પરિસર ખાતે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે યજમાનો ની હાજરીમાં હવન – યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો. રાત્રે 9-00 કલાકે માતાજી સન્મુખ જાતર રમેલ યોજાતા સમગ્ર ધાયણોજ ગામ જહુ માની ભક્તિ ના રંગે રંગાઈ ગયું હતું.
ધારણોજ મુકામે આયોજિત શ્રી જહુ માતાજી ના આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ઉપસ્થિત રહી દશૅન-
પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
શ્રી જહુ માતાજી ના 8 મા પાટોત્સવ પ્રસંગને યાદગાર બનાવવા જહું માતા દેવસ્થાન ટ્રસ્ટના મેને.ટ્રસ્ટી નવીનભાઈ વાણીયા,રેવાભાઈ દેસાઈ સહિત ના ટ્રસ્ટીગણ સાથે ધારણોજ ગામના યુવાનો, વિડીલો,આગેવાનો,ભાઈ
ઓ-બહેનો સાથે શ્રી જહું માતાજી યુવક મંડળના યુવાનો,જહું સેનાના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.




