શ્રી પંચમુખી હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય બ્રહ્મલીન નર્મદા ગીરીજી મહારાજની 18મી પુણ્યતિથિએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

પાટણ તા. 5
પાટણ પંચમુખી અઘોરી બાવા અખાડા હનુમાન મંદિરના બ્રહ્મલી ગુરુ નમૅદાગીરીજી ગુરુ કાશી ગીરીજી મહારાજની 18 મી પુણ્યતિથિ ની ધર્મમય માહોલમાં ગુરૂવારે ઉજવણી કરવામાં આવી હતી.


પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે વહેલી સવારે પંચમુખી મહારાજના અનન્ય ભક્ત અરૂણભાઇ સહિતના સેવક ગણો દ્વારા ગુરુજી ની ચરણ પાદુકાની અભિષેક પૂજા વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ કરવામાં આવી હતી. ત્યારબાદ સેવક ગણો દ્વારા ગુરુજીની ચરણપાદુકાને સમાધિ સ્થળે લાવી પૂજા અર્ચના તેમજ સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ગુરુજીની ચરણ પાદુકાને ગુરુગાદી ઉપર પધરાવી દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવી હતી. જ્યાં સેવક ગણો સહિત શ્રદ્ધાળુ ભક્તોએ બ્રહ્મલીન ગુરુ નમૅદાગીરીજી મહારાજની ચરણ પાદુકા ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો આ પ્રસંગે મંદિર પરિસર ખાતે ભંડારો યોજાયો હતો જ્યાં સાધુ ભગવંતો સહિત સેવક ગણો તેમજ શ્રદ્ધાળુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here