ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા મહોલ્લાના સદગૃહસ્થ પરિવારે ઈનામો સાથે લ્હાણી વિતરણ કરી…

પાટણ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને વિસ્તારનાકોર્પોરેટરે શેરી ગરબાની પરંપરા જાળવવા બદલ સમિતિના સભ્યોને ટેલીફોનીક સંદેશ થી બિરદાવ્યા..

પાટણ તા. 20
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જગત જનની જગદંબાની આરાધના ના પવિત્ર પર્વ નવરાત્રી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નવરાત્રી ના નવમાં નોરતે પાટણ શહેરના ખરાદીવાડા સ્થિત નવરાત્રી મહોત્સવમાં છેલ્લા ૭૦ વર્ષથી આયોજિત કરાતા શેરી ગરબામાં મહોલ્લાના ભાઈઓ- બહેનો અને બાળકોએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મા ભગવતી જગદંબા ના ચાચર ચોકમાં રાસગરબા ની રમઝટ જમાવી હતી.
આ પ્રસંગે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા મહોલ્લા
ના સદગૃહસ્થ પરિવારના ચાહન કુમાર અલકાબેન ભરતભાઈ રાવળ દ્વારા વિવિધ ઈનામો સાથે લ્હાણી વિતરણ કરી નવરાત્રી મહોત્સવમાં સહભાગી બનેલા સૌ ધર્મ પ્રેમીઓને પ્રસાદ સ્વરૂપે કેન્ડી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખરાદીવાડા નવરાત્રી મહોત્સવના આયોજકો ના આમંત્રણ ને માન આપીને વિસ્તારના જાગૃત મહિલા કોર્પોરેટર માનસીબેન અમરીશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જયારે પાટણના એકટીવ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ,પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે પણ ખરાદીવાડા નવરાત્રી મહોત્સવ ના આયોજકો ના આમંત્રણ બદલ આભાર વ્યક્ત કરી સંજોગો વસાહત તેઓ ઉપસ્થિત ન રહી શકતાં ટેલિફોનીક સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી વર્ષોથી શેરી ગરબાની પરંપરા જાળવી રાખવા બદલ ખરાદીવાડા નવરાત્રી મહોત્સવ સમિતિના આયોજકોને બિરદાવ્યા હતાં.




