પાટણના વોડૅ નં ૯ મા ગટર ની સમસ્યા હલ કરવા નવીન લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ..

પાટણ તા. ૧૬
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં આવેલ રાધનપુરીવાસ મા ઘણા સમયથી ગટર ઉભરાવવાનો પ્રશ્ન નો હતો જે બાબતે અનેક રજુઆત પાલિકા તંત્રને મળતા શનિવારે પાલિકા પ્રમુખ સહિત ની ટીમે વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યાના નિરાકરણ માટે આ વિસ્તાર મા નવી લાઇન નાખવાનું કામ શરૂ કરવામા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના વોડૅ નં ૯ મા આવતાં રાધનપુરીવાસ મા વર્ષોની ગટર સમસ્યાના નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલ આ નવીન લાઈન નાખવાની પાલિકાની કામગીરી ને લઇ વિસ્તારના રહીશોમાં ખુશી છવાઈ જવા પામી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here