પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી પ્રદાન કરી..
પાટણ તા. ૧૬
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં 17 થી 20 નવેમ્બર દરમિયાન પદયાત્રા યોજવાની છે.જે અનુસંધાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શનિવારે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર એ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે તેમના દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે કરવામાં આવેલા કાર્યોને લઈ તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે.
દેશના 562 રજવાડાનું એકત્રીકરણ કરવાનું ઐતિહાસિક કાર્ય આજે પણ લોકો યાદ કરે છે.ત્યારે સરદાર પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાની ચારે વિધાન
સભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 17મી નવેમ્બરના રોજ રાધનપુર ખાતેથી પદયાત્રા યોજાશે જેમાં વક્તા ફલજીભાઈ ચૌધરી અને મુખ્ય મહેમાન સાંસદ ભરત
સિંહ ડાભી હાજર રહેશે. 18મી એ ચાણસ્મા ખાતે પદયાત્રામાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા અને મુખ્ય મહેમાન ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેશે.
પાટણ વિધાનસભામાં ડો સંજયભાઈ દેસાઈ અને મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર હાજર રહેશે અને સિદ્ધપુર વિધાનસભામાં વક્તા તરીકે ગજેન્દ્રભાઈ સક્સેના અને મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે.
આમ પાટણ જિલ્લામાં એકતાની પદયાત્રા ભવ્ય રીતે ઉજવાય તે માટે તમામ મહેમાનો પણ પદયાત્રામાં જોડાશે. આ પ્રેસમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, ભાવેશભાઈ પટેલ,વિવેકભાઈ પટેલ,જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશભાઈ દરજી હાજર રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



