ભક્તોએ ભાવભીની વિદાય આપી શ્રી ના આશિર્વાદ પ્રાપ્ત કયૉ..

પાટણ તા. ૭
પાટણ શહેરના ગણેશવાડી ખાતે દેશના સૌથી જૂના સાર્વજનિક ગણેશ મહોત્સવની ભક્તિમય માહોલમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગજાનન મંડળી ભદ્ર પાટણ દ્વારા આયોજિત ૧૪૮ મા ગણેશોત્સવમાં ૧૨ દિવસ સુધી પૂજન-
અર્ચન કરવામાં આવ્યું હતું.સવારે ગણેશ વાડી, ભદ્ર,પાટણ ખાતે જલકુંડમાં શ્રીજીની માટીની મૂર્તિનુંવિસર્જન કરાયું હતું. વિસર્જન પહેલાં ભક્તિભાવ પૂર્વક આરતી અને ગરબાનું આયોજન કરાયું હતું.
ગણેશજીની ગણેશ ભકતો દ્રારા પ્રદક્ષિણા કરી મોટા તપેલામાં પાણી અને ગુલાબની પાંખડીઓ સાથે શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરાયું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




