ભાદરવી પૂનમે પાટણ ના શ્રી પદ્મનાભ ધામમાં ઉદા પટેલ ભકતો ના પગપાળા સંધો નું ભક્તિમય માહોલ મા આગમન થયું…

ઉદા પટેલ ભકતોએ શ્રી પદ્મનાભ ભગવાન ની સમૂહ આરતી કરી બાધા માનતાઓ પૂણૅ કરી ધન્યતા અનુભવી…

પાટણ તા. ૭
પાટણ શહેરમાં માટીના ઢગલા સ્વરૂપે પૂજાતા નિરંજન – નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં ૩૩ કરોડ દેવી- દેવતાઓ, ૮૮ હજાર ત્ર્ક્ષીમુનિયો અને ૫૬ કોટી યાદવો નો વાસ રહેલો છે. ત્યારે વિજાપુર તાલુકાના ૧૭ ગામોના ઉદા પટેલો ના શ્રદ્ધેય સંત પ. પૂ. શ્રી જીવણજી સાહેબ અને પ. પૂ. શ્રી કબીરજી સાહેબ ના કયારાઓ વાડી પરિસરમાં આવેલા હોય દર વર્ષે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે ઉદા પટેલ ભકતો અહિ પગ
પાળા યાત્રા સંધો સાથે આવી પોતાની બાધા માનતાઓ પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
ચાલું વર્ષે પણ ભાદરવી પૂનમ ને રવિવારે વિજાપુર પંથકના ૧૭ ગામોના ઉદા પટેલ ભકતો ના એક પછી એક સંધો ભકતિ સંગીત ના સથવારે રાસગરબા ની રમઝટ સાથે વહેલી સવારે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવી પહોંચ્યો હતા. જયાં તમામ સંધો એ સમૂહ મા ભગવાન શ્રી પદ્મનાભ સન્મુખ સમૂહ આરતી કરી પ. પૂ. શ્રી જીવણજી સાહેબ અને પ.પૂ. શ્રી કબીરજી સાહેબ ના કયારા ની પુજા
-અચૅના સાથે દશૅન કરી પોતાની માનતા માનેલ બાળકની તુલા વિધિ કરી રૂડા આશિર્વાદ પ્રાપ્ત કયૉ હતા.
વિજાપુર પંથકના ઉદા પટેલ ભકતો ના સંધો નું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત ના ટ્રસ્ટીઓ સહિત સમાજ આગેવાનો દ્વારા સ્વાગત-સન્માન કરી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડતા ઉદા પટેલ ભકતોના સંધોએ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here