
પાટણની શેઠશ્રી એન.જી.પટેલ પ્રાથમિક શાળા ખાતે ટહુકાર વાર્ષિકોત્સવની થઇ ભવ્ય ઉજવણી.

સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ

પાટણ શહેરની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી અમારી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ (એમ. એન) પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાઓનું અને દાતાઓનો સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ – ટહુકાર વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જયારે શાળાના પ્રાંગણમાં કરવામાં આવી. આજના કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓમાં શાળામાં પ્રથમ અને દ્રિતિય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભમાં- પાટણ જિલ્લા કક્ષાએ-૭૭ મેડલ, રાજ્યકક્ષાએ મેડલ, કલા-મહાકુંભમાં જીલ્લા વિજેતા ગરબો અને રાસ, બાળ પ્રતિભા શોધમાં જીલ્લા કક્ષાએ વિજેતા ૧૨ વિધાર્થીઓ,SGFI ની રમતમાં ૧ રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS)* પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનાર એમ કુલ- 159 વિદ્યાર્થીઓને પધારેલા મહાનુભાવોનાના હસ્તે રોકડ પુરસ્કાર, મેડલ, સર્ટીફીકેટ, ટ્રોફી, સ્કુલ બેગ જેવા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત દાતાઓ નું પણ શાળા-મંડળના હોદ્દેદારો દ્વારા આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


શાળાના પરિવાર માટે આજનો દિવસ અનેરો એટલા માટે હતો કે શાળાના પટાંગણને નિહાળી, શાળાની અદભૂત પ્રવૃતિઓ તેમજ બાળકોની કળાઓથી પ્રભાવિત થઇ બાળકોને પ્રોત્સાહિત પુરસ્કાર અને શાળા વિકાસ માટે આમંત્રિત મહેમાનો, દાતાઓ સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ૫૧,૦૦૦/- મનસુખભાઈ એન. પટેલ, ૨૧,૦૦૦/- ટીનુભાઈ મોતીભાઈ પટેલ (પુસ્તકાલય પેટે), ૨૧,૦૦૦/- પથીકભાઈ ભરતભાઈ પટેલ, ૨૧,૦૦૦/- દીતીબેન ભરતભાઈ પટેલ, ૨૧,૦૦૦/- ડૉ. જયકુમાર જી.પટેલ (ડી.જી.વુમન્સ હોસ્પિટલ), ૧૧,૦૦૦/- વાય. કે ઝાલા ૧૧,૦૦૦/- આશિષભાઈ શંકરભાઈ પટેલ (ભૂ.વિ), ૧૧,૦૦૦/- સુનિલકુમાર ડાહ્યાભાઈ પટેલ (ભૂ.વિ), ૫,૦૦૦ દિનેશભાઈ સવાભાઇ પટેલ, મનોજભાઈ કે.પટેલ, અશોકભાઈ જી. પટેલ, ભાવેશભાઈ પટેલ ,વિપુલભાઈ એચ.પટેલ શાળાના આ સાંસ્કૃતિક કાર્યક્રમ વાર્ષિકોત્સવ-ટહુકાર-૨૦૨૬ માં શાળાના બાલમંદિર થી ધોરણ-8 સુધીના કુલ-354 વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. જેમાં સમાજને સંદેશ આપે તેવી ગણેશ વંદના, માતૃવ્હાલ, રીમઝીમ-ફેમિલી ડાન્સ, શિવ નૃત્ય, શિવાજી ગાથા, પ્રાચીન-અર્વાચીન ગરબા,રાસ, સ્વાગત,શૌર્યગાથા,નવદુર્ગા, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રપ્રેમ* જેવી આબેહુબ કૃતિઓ બાળકોએ પોતાની કળાથી રજુ કરી હતી. બાળકોની અદભુત કળાને નિહાળીને સમારંભમાં મહેમાનો તથા વાલીશ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવી હતી.

“શિક્ષણની સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે.” આચાર્યશ્રીઆ શુભ પ્રસંગમાં કાર્યક્રમના મંત્રી મનસુખભાઈ એન.પટેલ, ઉપાધ્યક્ષ સ્થાને મહેન્દ્રભાઈ કે. પટેલ ઉ.ગુ.યુ.મંડળ-ઉપપ્રમુખશ્રી), ઉદ્ઘાટક સ્થાને મોતીભાઈ ડી. પટેલ (યુ.એસ.એ), ભરતભાઈ ડી. પટેલ (યુ.એસ.એ), આશિષકુમાર એસ. પટેલ (ભૂતપુર્વ વિદ્યાર્થી,બિલ્ડર), મુખ્ય મહેમાન ડૉ. જયકુમાર જી. પટેલ (એમ.ડી.,ગાયનેક- ડી.જી.હોસ્પિટલ-પાટણ), સુનિલકુમાર ડી. પટેલ (ભૂતપુર્વ વિદ્યાર્થી,રાજપુરવાળા), અતિથિ વિશેષ સ્થાને સહમંત્રી અશોકભાઈ જી.પટેલ, પાટણ નગરસેવક મનોજભાઈ કે. પટેલ , વહીવટી અ. દિનેશભાઈ એસ.પટેલ ,ડૉ. ધનરાજભાઈ ઠક્કર* (આચાર્ય એમ.એન.હાઈસ્કૂલ મુકેશભાઈ પટેલ, ઉજ્જવલભાઈ પટેલ ,શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ શાળાના પરિવાર, વાલી તેમજ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો…….!




