પાટણ: પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ સિંધવના સફળ નેતૃત્વને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગત 6 માર્ચ, 2025ના રોજ પ્રદેશ મોવડી મંડળ દ્વારા તેમની વરણી કરવામાં આવી હતી. આ એક વર્ષના ટૂંકા ગાળામાં રમેશભાઈએ સંગઠનલક્ષી કાર્યો અને કાર્યકર્તાઓ સાથેના સીધા સંવાદ થકી જિલ્લામાં ભાજપને વધુ વેગવંતું બનાવ્યું છે.
સંગઠન અને વિકાસમાં અગ્રેસર
રમેશભાઈ સિંધવના નેતૃત્વમાં પાટણ જિલ્લો વિવિધ સરકારી અને પક્ષના કાર્યક્રમોમાં સમગ્ર ગુજરાતમાં અગ્રક્રમે રહ્યો છે. તાજેતરમાં જિલ્લા સંગઠનની રચનામાં તેમણે નાનામાં નાના સમાજને પ્રતિનિધિત્વ આપીને સૌને સાથે રાખવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લાના પડતર પ્રશ્નો બાબતે તેમણે વ્યક્તિગત રસ દાખવી ઉચ્ચસ્તરે રજૂઆતો કરી અનેક પ્રશ્નોનો નિકાલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કાર્યકર્તાઓ વચ્ચે લોકપ્રિય ‘આપણું’ અભિગમ
રમેશભાઈએ ‘મારું-તારું નહીં, પણ આપણું’ ના મંત્ર સાથે સંગઠનને મજબૂત કરવાનો સંકલ્પ કર્યો છે. સતત પ્રવાસ કરીને તેમણે બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સ્થાપ્યો છે, જેના કારણે તેઓ કાર્યકર્તાઓમાં અત્યંત લોકપ્રિય બન્યા છે.
રમેશભાઈ સિંધવનું જીવન શિસ્ત અને સમર્પણનું પ્રતીક રહ્યું છે. તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે:
- પૂરું નામ: રમેશભાઈ બાવાભાઇ સિંધવ
- વતન: ગામ બિલિયા, તા. શંખેશ્વર
- વ્યવસાય: ખેતી અને નિવૃત શિક્ષક
- વિદ્યાર્થી કાળ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં સક્રિય કાર્યકર્તા તરીકે શરૂઆત. RSS માં પ્રથમ વર્ગ શિક્ષિત અને હારીજ તાલુકા કાર્યવાહક તેમજ પાટણ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે સેવાઓ આપી.
કારકિર્દીની રૂપરેખા:
- 2006: સંગઠન પર્વમાં સમી તાલુકા ભાજપમાં સંયોજક.
- 2006-2010: મહામંત્રી, સમી તાલુકા ભાજપ.
- 2010-2013: મહામંત્રી, પાટણ જિલ્લા ભાજપ.
- 2013-2016: પ્રદેશ કારોબારી સભ્ય.
- 2016-2020: મંત્રી, પ્રદેશ કિસાન મોરચો.
- 2020-2025: મહામંત્રી, પાટણ જિલ્લા ભાજપ.
રમેશભાઈ સિંધવના અનુભવી નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લા ભાજપ આવનારા સમયમાં વધુ મજબૂત બની આગામી પડકારોને ઝીલવા સજ્જ બન્યું છે.




