પાટણમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ: ગોળશેરી યુવક મંડળ દ્વારા T20 વર્લ્ડકપ ફાઈનલનું ભવ્ય જીવંત પ્રસારણ

પાટણ:
રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જ્યારે ચરમસીમાએ હોય ત્યારે આખું શહેર એક તાંતણે બંધાઈ જતું હોય છે. આવો જ કંઈક નજારો ઐતિહાસિક નગરી પાટણમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન જોવા મળ્યો હતો. પાટણના ગોળશેરી યુવક મંડળ દ્વારા ક્રિકેટ પ્રેમીઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સ્થાનિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

નુતન હાઈસ્કૂલ પાસે જામ્યો ચાહકોનો મેળાવડો
ગોળશેરી યુવક મંડળના સભ્યો દ્વારા ગોળશેરીમાં આવેલી નુતન હાઈસ્કૂલ પાસે એક વિશાળ સ્ક્રીન ઊપર T20 વર્લ્ડકપની ફાઈનલ મેચનું પ્રસારણ ગોઠવવામાં આવ્યું હતું.. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ શહેરની જનતા એકસાથે મળીને રાષ્ટ્રીય ગૌરવ સમાન આ મેચનો આનંદ માણી શકે તેવો હતો. સાંજ પડતાની સાથે જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ક્રીન સામે એકઠા થવા લાગ્યા હતા.

સ્ટેડિયમ જેવો માહોલ અને આતશબાજી
મેચ દરમિયાન જ્યારે પણ ભારતીય ખેલાડીઓ દ્વારા ચોગ્ગા-છગ્ગા ફટકારવામાં આવતા કે ન્યૂઝીલેન્ડની વિકેટ પડતી, ત્યારે આખું ગોળશેરી વિસ્તાર આતશબાજી અને ખુશીઓથી ગુંજી ઉઠતું હતું. ચાહકોનો ઉત્સાહ જોઈને એવું લાગતું હતું જાણે પાટણની ગલીઓમાં જ મિની સ્ટેડિયમ રચાયું હોય!
સોશિયલ મીડિયા પર પણ આ આયોજનના વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.

માત્ર યુવાનો જ નહીં, પરંતુ વડીલો અને બાળકોએ પણ આ ઓપન-એર સ્ક્રીનિંગનો ભરપૂર આનંદ માણ્યો હતો.
ગોળશેરી યુવક મંડળના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, “ક્રિકેટ એ માત્ર રમત નથી, પણ ભારતીયો માટે એક લાગણી છે. લોક મનોરંજન માટે અને લોકોમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે અમે આવા પ્રયત્ન કર્યો હતો.
પાટણની જનતાએ આ સુંદર આયોજન બદલ યુવક મંડળનો આભાર માન્યો હતો. મેચના દરેક બોલ સાથે લોકોમાં જે રોમાંચ જોવા મળ્યો હતો, તેણે સાબિત કરી દીધું કે પાટણના ક્રિકેટ પ્રેમીઓનો જુસ્સો હંમેશા બુલંદ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here