મારામારીનો વીડિયો થયો વાયરલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો…
પાટણ શહેરના મદારસા વિસ્તારમાં આવેલ આશીર્વાદ પાન પાર્લરના માલિક પર થયેલા હુમલાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં ચાર અજાણ્યા શખ્સો રિક્ષામાં આવ્યા હતા. તેમણે પાન પાર્લરના માલિક સંજયકુમાર મોદી પાસે વિમલ ગુટખા અને સોડાની બોટલ માંગી હતી.
સંજયકુમારે પૈસાની માંગણી કરતા આરોપીઓએ ઉધાર માલની માંગણી કરી હતી. માલિકે ઉધાર આપવાની ના પાડતાં ચારેય શખ્સો ઉશ્કેરાયા હતા. આરોપીઓએ હાથમાં ધોકા, ઈંટ અને પાઈપ લઈને સંજયકુમાર અને તેમના સાથી પર હુમલો કર્યો હતો. આ દરમિયાન દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.જયારે આ મામલે પાર્લર માલિકે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે
આ ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. પાટણ જિલ્લામાં હત્યા, લૂંટ અને મારપીટ જેવી ઘટનાઓમાં વધારો થયો છે. સ્થાનિક લોકોમાં પોલીસ કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે……!



