ડૉ બળદેવભાઈ દેસાઈએ શ્રી બી ડી એસ વિધાલયના આચાર્ય પદે સફળતા પૂર્વક 13 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવાઈ…

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના આચાર્ય ડૉ. બળદેવભાઈ એ શાળા આચાર્ય તરીકે 13 વર્ષ પૂર્ણ કરતા શાળા પરિવાર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ડૉ. બળદેવભાઈ દેસાઈ 1999 માં શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમા વ્યાયમ શિક્ષક તરીકે જોડાયા હતા ત્યાર બાદ તેઓએ વર્ષ 2012 માં આચાર્ય પરીક્ષા પાસ કરી માતૃસંસ્થામાં આચાર્ય પદે બિરાજમાન થઇ શ્રી બી ડી સાર્વજનિક વિધાલય ને નવી દિશા આપી તેમના નૈતૃત્વમાં શાળાએ અનેક સફળતાના શિખરો સર કર્યા. આ પ્રસંગે આચાર્ય ડૉ બળદેવભાઈ આર દેસાઈ ને 13 વર્ષ પૂર્ણ કરી 14 માં મંગળ પ્રવેશ પ્રસંગે શાળા દ્વારા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ શાહ ઉપસ્થિત રહી તેમને શુભકામના પાઠવી હતી તેઓએ જણાવ્યુ હતું કે ડૉ બળદેવભાઈ દેસાઈના દૃઢ નેતૃત્વ અને અવિરત પરિશ્રમથી શૈક્ષણિક જગતમાં શાળાએ ગૌરવમય 13 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં ડૉ. બળદેવભાઈને માર્ગદર્શન હેઠળ શાળા શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી શકી છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે ડૉ. બળદેવભાઈને  વિષય પરનો ઊંડો અભ્યાસ, શિષ્યો માટેના સ્નેહભર્યા સંસ્કાર અને પ્રેરણાત્મક વ્યક્તિત્વએ સંસ્થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડૉ બળદેવભાઈના માર્ગદર્શન હેઠળ શાળએ શૈક્ષણિક સ્તરે ઉત્કૃષ્ટ પ્રગતિ કરી છે, વિદ્યાર્થીઓ માટે નવીન અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓ અમલમાં મૂકી વિકાસની નવી દિશા આપાઈ છે, શાળાની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.  સંસ્થા દ્વારા વિવિધ નૈતિક અને સામાજિક મૂલ્યોનો વિકાસ કરવામાં આવ્યો છે.  શ્રી પાટણ જૈન મંડળ હોદેદારોશ્રીઓ,  વિધાલય સમિતિ, સ્થાનિક સમિતિ, ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન, શાળા સ્ટાફ, વાલીઓ, વિધાર્થીઓ દ્રારા શાળાના વડાની 13 વર્ષની નિષ્ઠાભરી સેવાને બિરદાવી હતી. તેમજ તેઓના આગામી દિવસો પણ સફળતા અને આરોગ્યથી ભરપૂર રહે એવી શુભકામનાઓ આપી હતી. ડૉ બી આર દેસાઈ એ સર્વે ના સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માતા પિતા હયાત ન હોય તેવા બાળકો ને શૈક્ષણિક કીટમાં લેખનનોંધ વિતરણ કરવામાં આવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here