પાટણ તા. 7
પાટણ સ્થિત તપોધન બ્રાહ્મણ સમાજની વાડી ખાતે રવિવારે સમાજના પ્રમુખ અરવિંદભાઈ રાવલ અને યુવા ટીમ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના આ પવિત્ર કાર્યમાં સમાજના અનેક યુવક-યુવતીઓએ ઉત્સાહ
ભેર રક્તદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં વોર્ડ નં. 3 ના નગરસેવકો ગોપાલ રાજપુત
,વિજયાબેન બારોટ અને ગૌરવ મોદીએ વિશેષ ઉપસ્થિત રહી આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા
આ પ્રસંગે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ રાવલ અને પીયૂષભાઈ આચાર્યને આમંત્રિત મહેમાન તરીકે વિશેષ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સમાજના વિદ્વાન આગેવાનોના હસ્તે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી પીયૂષભાઈ આચાર્યએ રક્તદાનના મહિમા વિશે જણાવતા કહ્યું હતું કે, “રક્તદાન એ જ સાચું જીવનદાન છે. મૃત્યુ સામે ઝઝૂમી રહેલા જરૂરિયાતમંદો માટે એક રક્તબિંદુ પણ નવું જીવન બક્ષી શકે છે.” તેમણે રક્તદાનના આ સેવાકીય કાર્ય બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સેવાભાવી કાર્યોમાં યુવાનોને જોડાવા અને મંદિર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
અંતમાં, તેમને સન્માનિત કરવા બદલ સમાજના પ્રમુખ સહિત તમામનો આભાર માન્યો હતો.
આ કેમ્પનું આયોજન પાટણ રોટરી ક્લબ સંચાલિત બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્ય બદલ રોટરી ક્લબ સંચાલિત બ્લડ બેંકના નૈતિકભાઇ પટેલ, રાજુભાઈ મોદી સહિતનાઓની કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી અને રોટરી ક્લબ દ્વારા આયોજક સંસ્થાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.




