જે સમાજમાં ધમૅ નું સ્થાન હોય તે સમાજ ખૂબ જ પ્રગતિ કરતા હોય છે : પિયુષ આચાર્ય..
પાટણ તા.૧૪
પાટણ શહેરમાં મોઢ મોદી જ્ઞાતિ સમાજ આયોજિત છેલ્લા ૧૮ વર્ષથી ચાર કુટુંબ દ્વારા નવરાત્રી નિમિત્તે સમૂહ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
ચાલુ સાલે પણ આ ચાર કુટુંબ દ્રારા હિંગળાજ માતાના સાનિધ્યમાં હિગળાચાચર ચોક ખાતે સમૂહ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,સાથે સાથે તારીખ 22.9.25 થી તારીખ 1.10.25 સુધી રોજે રોજ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અને દરેક કાર્યક્રમના દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન આપવાંમાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણનો મોદી સમાજ ઝડપથી ધર્મ તરફ વળી રહ્યો છે. જેના કારણે આ સમાજ વર્ષમાં અનેક ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો ની ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે, જે જે સમાજ ધર્મથી વિમુખ થાય તેનું પતન જોવા મળે છે, અને જેના જીવનમા ધર્મનું સ્થાન હોય તેવા સમાજો ખૂબ પ્રગતિ કરતા જોવા મળે છે. ધર્મને ધારણ કરનાર આ સમગ્ર સમાજે વિવિધ વેપાર ક્ષેત્રે ખૂબ સફળતા મેળવી છે. આજે સમાજ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા પણ ખૂબ જાગૃતિ દાખવે છે, જેના કારણે આ સમાજના બાળકો,ડોક્ટર એન્જિનિયરિંગ અને ઉચ્ચઅભ્યાસ કરીને વિદેશ પણ જઈ રહ્યા છે.
ત્યારે આ સમાજનો ભગવાન જગન્નાથજીની કૃપાથી વધુને વધુ વિકાસ થાય તેવા આશીર્વાદ જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાઠવવામાં આવ્યાં હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



