પાટણ તા.૧૫
વીર નમૅદ યુનિવર્સિટી દ્વારા તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બર -૨૦૨૫ એમ બે દિવસીય યંગ ટીચર્સ કોન્કલેવનું સુરતમાં બાયોટેક્નોલોજી ભવન ખાતે આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમા પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પોરિયાએ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહી પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ‘શોધ’નો સાચો અર્થ અને સંશોધનમાં ભારતીય લોકોનું મળેલું અતિશય ઓછું સ્થાન છતાં અમુલ્ય પ્રદાન અંગે તેઓએ વાત કરી હતી.
કૃણાદ,આર્યભટ્ટ, રામાનુજન,ચરક વગેરે મહાન ઋષિ હોવા ઉપરાંત મહાન વૈજ્ઞાનિકો હતાં. ભારતીય સંશોધનમાં કમ્પાર્ટમેન્ટ નહિવત હોવા ઉપરાંત સમગ્રાહી અને સર્વ ભવન્તુ સુખી થાય તેને અછત માનવામાં આવે છે. હાલનાં આધુનિક વિજ્ઞાનને સ્વીકારીને આપણા યુવાનો દ્વારા ખુબ કામ થઇ શકે તેમ છે. ઘરથી શરુ થતી રાષ્ટ્ર અને વિશ્વ અનેક પ્રશ્નોથી ઘેરાયેલ છે. સંશોધનના મુદ્દા તરીકે આપણાં ગામ, તાલુકા કે જીલ્લાનો પ્રશ્ન શા માટે ન લઇ શકાય? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને એસ.ડીજૈન ઇન્ટરનેશનલ કોલેજ આયોજીત ” સંધ ગંગા કે તીન ભગીરથ ” નાટકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નાટકનાં લેખક શ્રીધર ગાડગે અને નિર્દેશક સંજય પેંડસે તથા સૌ કલાકાર વૃંદોનું બહુમાન કરવામાં આવેલું હતું.
આ નાટકમાં સંધ સ્થાપનાથી શરુ કરી વિકાસમાં તેઓનાં ત્રણ ભાગીરથો અનુક્રમે ડૉ.હેડગેવારજી, શ્રી ગુરુજી તથા બાબા સાહેબ દેવરસની ભૂમિકાને તાદશ્ય કરી હતી. આ ઉપરાંત ઇન્ડિયન મેડીકલ એસોસિએશન અને સાઉર્થન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સંયુકત ક્રમે યોજાયેલ ” હેલ્થ કોન્કલેવ”માં કુલપતિ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે મેડીકલ ક્ષેત્રમાં અતિશય વિકાસ થયો છે. ડૉકટર દ્વારા આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે. અને ગુજરાત અને ભારત તબીબ ક્ષેત્રે નામના મેળવી છે.
કોરોનાકાળમાં થયેલ અદિતીય કામગીરીને તેમણે બિરદાવી હતી. પરંતુ યુનિવર્સિટી કક્ષાએ થતાં સંશોધનો આ ક્ષેત્ર સાથે વણી લેવામાં આવે તો સામાન્ય માણસમાં પ્રશ્નોના ઉકેલ લાવી શકાય તેમ છે. સોફ્ટ સ્કીલમાં ભારત અગ્રેસર છે. ડૉક્ટરનાં જ્ઞાનનો આઈટી ક્ષેત્રમાં ઉપયોગીતા વધે તો બહુ મોટું કામ થઇ શકે તેમ છે. આ માટે ઉદ્યોગ ગૃહો. મેડીકલ ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્ર નવા આયામો ઉભા થઇ શકે તેમ છે. રોબોટીક્સ, નેનો સાયન્સ અને ટેકનોલોજી, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિંગ જેવા વિષયોનો માનવ વિકાસ અને માનવ સેવામાં વપરાય તો વિકસિત ભારત બનતા આપણે કોઈ રોકી શકે નહિ તેવું કુલપતિ એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



