પાટણ તા. 24
પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરના રામની શેરી સ્થિત શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી હતી.


આ પ્રસંગે શ્રી મોઢ મોદી જ્ઞાતિ સમાજના આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહેલા પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, હુડકો ના ડીરેકટર કે.સી.પટેલ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત ના મહાનુભાવોનુ જ્ઞાતિ સમાજના પ્રમુખ ડો.વિપુલ મોદી,ડો.જયેશ મોદી, ડી.કે.મોદી,વસંત મોદી,
આશિષ મોદી,ભાવેશ મોદી,સંજય મોદી સહિત નાઓએ સ્વાગત સન્માન કરી આવકાર્યા હતાં.

મહાનુભાવોએ માતાજીની પુજા- અચૅના કરી માતાજીના આશીર્વાદ મેળવી સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




