ચીફ ઓફિસર સહિતના મહાનુભાવો એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી..
પાટણ તા. ૨૭
પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
દેશભક્તિની ભાવના સાથે કરવામાં આવેલ આ ઉજવણીમાં સહભાગી બનેલ ચીફ ઓફિસર સહિત શાળા પરિવાર અને સંચાલક મંડળ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ સાથે ના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ હતાં.
ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતાં પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા (સ્વચ્છતા) અને કચરા વ્યવસ્થાપનના મહત્વ પર માર્ગદર્શન આપીને તેમને તેમની આસપાસની જગ્યા સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
૭૭ મા ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક જગદીશ કથુરિયા,શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર,હર્ષ પટેલ, હાર્દિક સ્વામી, શ્રીમતી પૂનમ કથુરિયા, આચાર્ય જોયન સર અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.




