પાટણ એપીએમસી ની શુભેચ્છા મુલાકાત લેતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા..

ખેડૂતો અને વેપારીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા એપીએમસી ની કાર્ય પદ્ધતિને કેબિનેટ મંત્રીએ બિરદાવી…

પાટણ તા.૨૩
ગુજરાત રાજ્ય ના જળ સંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કેબિનેટ મંત્રીની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના યુવા-ઉત્સાહી ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિત તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોએ શાબ્દિક સ્વાગત કરી ઉમળકાભેર કેબિનેટ મંત્રી ને આવકાર્યા હતા.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પાસેથી માર્કેટ યાર્ડમાં આવતી વિવિધ જણસોની તેમજ માર્કેટ યાર્ડ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ ફુલસ્કેપના ચોપડા વિતરણની માહિતી મેળવી હતી.
તો કેબિનેટ મંત્રીએ પાટણ એપીએમસી દ્વારા હંગામી ધોરણે શરૂ કરાયેલ તમાકુ યાર્ડ બાબતે પણ માહિતી મેળવી પાટણ એપીએમસીના ચેરમેન અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની ખેડૂતો અને વેપારીઓને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓને રાહત દરેક ફુલ સ્કેપના ના ચોપડા વિતરણ ની સેવાભાવનાને સરાહનીય લેખાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here