ચાણસ્મા ૧૦૮ ની ટીમે પ્રસવ પિડા ભોગવતી મહિલાની રીક્ષામાં નોમૅલ ડિલિવરી કરાવી માતા-બાળક નો જીવ બચાવ્યો.

પાટણ તા.૨૩
પાટણ જિલ્લામાં કાર્યરત ઈમરજન્સી ૧૦૮ ની આરોગ્ય સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે ગતરોજ પાટણના ચાણસ્મા ૧૦૮ ની ટીમને કોલ મળેલ કે ચાણસ્મા ના વડાવલી ગામે ૨૭ વર્ષીય સુમિત્રાબેન વિષ્ણુજી ઠાકોર નામની મહિલા દર્દી ને ચોથી ડિલિવરી ની પ્રસવ પિડા ઉપડી છે.
જે મેસેજ મળતાં તાત્કાલિક ચાણસ્મા ૧૦૮ ના ઈએમટી અને પાયલોટ મહિલા ને રિસિવ કરવા એમ્બ્યુલન્સ લઈ વડાવલી જવા રવાના થયાં હતાં જોકે પરિવારજનો ૧૦૮ આવે તે પહેલાં મહિલાને રીક્ષામાં હોસ્પિટલ ખાતે લઈ જવા રવાના થતાં રસ્તામાં ૧૦૮ સામે મળતા ૧૦૮ ના ઈએમટી અને પાયલોટે મહિલાની હાલત જોતાં તેણીની રીક્ષામાં જ નોમૅલ ડિલિ
વરી કરાવી માતા – બાળક નો જીવ બચાવી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મા માતા અને બાળક ને સિફટ કરી હોસ્પિટલ પહોંચાડતા મહિલાના પરિવારજનોએ ચાણસ્મા ૧૦૮ ના ઈએમટી વિજેન્દ્ર ડોડીયા અને પાઇલોટ પ્રવીણભાઈ ઠાકોર સહિત ચાણસ્મા ૧૦૮ ટીમની આરોગ્ય લક્ષી સેવા ની મુક્તમને પ્રસંશા કરી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here