પાટણ મોદી સમાજના યુવા દંપતીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ ને લઈ નોંધારા બનેલા પરિવારને સમાજે હુંફ આપી…

માતા-પિતા ગુમાવનાર દોઢ વર્ષની માસૂમ સહિત વૃધ્ધ માતા-પિતા માટે સમાજે રૂ. ૨૨ લાખની નિધિ એક્ત્ર કરી..

પાટણ તા.૨૩
પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના યુવાન દંપતી અર્જુન મહેન્દ્રભાઈ મોદી અને તેમની પત્ની ચંદનબેનનું તાજેતરમાં બહુચરાજી – પાટણ માગૅ પર સજૉયેલ અકસ્માતમાં મૃત્યુ થતાં મૃતકના યુવાનની બિમાર માતા અને લકવા ગ્રસ્ત પિતા સાથે મૃતક દંપતીની દોઢ વર્ષની દીકરી દેવશ્રી નોંધારા બનતાં તેઓનો આધાર બનવા સમાજ આગેવાનો એ સમાજમાં આર્થિક મદદ માટે ટહેલ નાંખતા સમાજના તમામ વર્ગના લોકોએ ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપ યથાશક્તિ ધનરાશિ અપૅણ કરી અંદાજીત રૂ.૨૨ લાખની રકમ એકત્ર કરવામાં આવી હતી.
પાટણ મોઘ મોદી જ્ઞાતી સમાજ દ્વારા એકત્ર કરવામાં આવેલ રૂ.૨૨ લાખની રકમ પૈકી રૂ.૧૫,૦૦,૦૦૦ અંકે રૂપીયા પંદર લાખ પુરા મૃતકના પરિવારના જીવન નિર્વાહ માટે ધી પાટણ નાગરિક સહકારી બેન્ક માં ફીકસ ડીપોઝીટ કરી તેમાંથી માસીક ૭.૯% ના વ્યાજ દરથી તેમનું ગુજરાન ચલાવવા અને મૃતકની દોઢ વર્ષ ની માસુમ દિકરી ચિ.દેવશ્રી ના ભવિષ્યને સુરક્ષીત કરવા માટે રૂ.૭,૦૦,૦૦૦ અંકે રૂપીયા સાત લાખ પુરા ભારતીય પોસ્ટમાં કિસાન વિકાસપત્રમાં રોકાણ કરીને ગતરોજ મૃતકના માતા પિતા ને સુપ્રત કરવામાં આવી છે. માસુમ દિકરી માટે મુકેલ રકમ ૯ વર્ષ અને ૭ મહિના બાદ બમણી થશે. ત્યારબાદ આવેલ રકમ ફરીથી આજ સ્કીમમાં રોકાણ કરવામાં આવશે જેથી માસુમ દિકરી ચિ.દેવશ્રી ને તે રકમ અઢાર વર્ષની ઉંમરે અંદાજીત રકમ રૂ.૨૮ લાખ અંકે રૂપીયા અઠ્ઠયાવીસ લાખ પુરા મળવા પાત્ર થશે. જે ચિ.દેવશ્રીના ભવિષ્યને સુરક્ષીત બનાવશે.
પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા સમાજના યુવા દંપતી ના માગૅ અકસ્માત માં મૃત્યુ બાદ નોંધારા બનેલા પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવનાને મોદી સમાજ સહિત અન્ય સમાજે પણ સરાહનીય લેખાવી છે તો મૃતક યુવા દંપતી ના નોંધારા બનેલા માતા – પિતાએ પણ સમાજના આગેવાનો સહિત તેમની દુઃખની ઘડીમાં સહભાગી બનનાર નામી અનામી સૌનો ભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- યશપાલ સ્વામી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here