
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા મહિલા ટીમ દ્વારા ત્રિ- દિવસય બાલ સંસ્કાર શિબિરનું આયોજન તારીખ 19/05/25 થી 21/5/25 અગાસીયા વીર,પાટણ ખાતે સવારે 8:30 કલાક થી 11:30 કલાક ના સમયમાં કરવામાં આવ્યુ. જેમાં વિવિધ વિષયો રામાયણ, મહાભારત, ગીતા, પર્યાવરણ, અલ્યાબાઈ હોલકર, વ્યસન મુક્તિ જેવા વિષયો પર વિમલભાઈ ખમાર, કમલેશભાઈ સ્વામી, શાંતિભાઈ પટેલ, પારસ ભાઈ ખમાર, નરેશભાઈ પટેલ ઉપરોક્ત વિષય પર વિદ્યાર્થીઓને સમજૂતી આપી. તે ઉપરાંત અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, G.K ક્વિઝ અને રમતગમતની સાથે સાથે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવ્યું. દરેક વિષય પછી તેમાંથી બાળકોને પ્રશ્નોત્તરી કરીને તેમજ વિવિધ પ્રકારની રમતો રમાડીને તેમાં વિજેતા થનારને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તો સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે દાંત અને આંખનો મેડિકલ ચેક અપ કેમ્પ પણ યોજવામાં આવ્યો તેમાં ડૉ.વંદનાબેન પટેલ અને ડૉ. મિલિન્દભાઈ પટેલે બાળકોને દાંતની તપાસ કરીને ઝીણવટ ભરી માહિતી પણ આપી હતી. તેમને દરેક શિબિરાર્થીઓને કીટ આપવામાં આવી હતી. ડૉ .નિખિલભાઇ ખમાર દ્વારા બાળકોની આંખોની તપાસ કરી વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ન કરીને આંખોની રોશની જાળવી રાખવા સમજાવ્યું હતું. દરરોજ બાળકોને પૌષ્ટિક નાસ્તો તથા એનર્જી ડ્રિંક આપવામાં આવતું હતું.
આ ત્રિ- દિવસય બાલ સંસ્કાર શિબિરમાં 80 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને છેલ્લા દિવસે તેમને તેમના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા.
આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો હતો. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરતા હિન્દુ સંસ્કૃતિ મુજબ જન્મ દિવસની ઉજવણી દીપ પ્રાગટ્ય કરી, માતા પિતાને પગે લાગી, સેવાકીય કાર્ય કરવા ગાય અને કૂતરાને રોટલી ખવડાવી, પક્ષીઓને ચણ નાખવું. પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી. જરૂરિયાત મંદ ને મદદ કરવી, પૈસાનો વ્યય ન થાય તે રીતે ખર્ચ કરવો, પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરવું વગેરે સમજાવવામાં આવ્યું. આ ત્રિ-દિવસીય કાર્યક્રમનું સંચાલન મિતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ જાગૃતીબેન ખમાર, એરોબિક્સ અને મ્યુઝિકલ ડાન્સ મમતાબેન ગાંધી દ્વારા શીખવાડવામાં આવ્યા હતો. ચિત્ર સ્પર્ધા નું આયોજન મહિલા ટીમ દ્વારા થયું હતું. GK ક્વિઝ નું આયોજન મહિલા સહસયોજિકા રક્ષાબેન સોની અને દીપલબેન દ્વારા યોજાયું હતું. પાટણની ઓળખ એવી માટીના રમકડા જીતુભાઈ ઓતિયા દ્વારા બતાવવામાં આવ્યા અને રમકડામાં રહેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ બતાવ્યા હતા. સંસ્કાર પ્રકારના સંયોજક કમલેશભાઈ સ્વામીએ ધ્વારા હિન્દુ સંસ્કૃતિમાં પ્રાર્થના અને શ્લોકોનું મહત્વ સમજાવી તેનું ગાન કરાવવામાં આવ્યું. મહિલા સહભાગીતા મમતાબેન ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાખાના પ્રમુખ પૂર્ણિમાબેન મોદીએ સંસ્થાનો પરિચય કરાવીને બાળકોને આવકાર્યા હતા. શાખાના મંત્રી મમતાબેન ખમારે
બાલ સંસ્કાર શિબિર કેમ કરવામાં આવે છે તે સમજાવીને બાળકોને આ શિબિરમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. વેકેશનની રજા નો સદુપયોગ કરીને બાળકો કેવી રીતના જ્ઞાન સાથે ગમ્મત મેળવી શકે તે આ શિબિર માં પુરવાર કર્યું હતું. આ કાર્યક્રમમાં શાખાના ટ્રસ્ટીઓ, પ્રાંત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં બહેનો તેમજ કારોબારી સભ્યો એ હાજર રહી ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે દીપલબેન કંદોઈ એ આભાર વિધિ કરી હતી
અને લાગણીથી બંધાયેલા આ શીબિરાર્થીઓ સાથે રાષ્ટ્રગાન કરીને છૂટા પડ્યા હતા.




