પાટણ કેશવ વસ્તી દ્રારા આયોજિત હિન્દુ સંમેલનના ઉપલક્ષ્યમાં ભગવા બાઈક રેલી યોજાઈ..

પાટણ તા. 14
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને 100 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી અંતર્ગત પાટણ શહેરના 15 જેટલા જુદા જુદા વિસ્તારોમાં હિન્દુ સંમેલનના આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શહેરના ટેલિફોન એક્સચેન્જ થી ગાયત્રી મંદિર અને લીલી વાડી વિસ્તારના કેશવ વસ્તીમાં પણ સમરસતાનાં ભાવ સાથે તા.14 મી ફેબ્રુઆરી ને શનિવારે સાંજે 4-00 કલાકે વિલાજ પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હિન્દુ સંમેલન પૂર્વે તારીખ 13 મી ફેબ્રુઆરી
ની સાંજે ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલા શ્રી પદ્મેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતેથી કેશવ વસ્તીના સંયોજક યશપાલ સ્વામી ના નેતૃત્વ હેઠળ તમામ કાર્યકર્તાઓ દ્વારા ભગવા બાઈક રેલી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીમાં અંદાજિત 100 થી વધુ સનાતન પ્રેમીઓએ
જોડાઈ ડીજે ના તાલે કેશવ વસ્તી વિસ્તારની 55 થી વધુ સોસાયટીમાં પરિભ્રમણ કરી નિજ સ્થા
નકે રેલી સંપન્ન બની હતી. રેલીના માર્ગો પર સનાતન પ્રેમી હિન્દુ પરિવારજનોએ ઠેર – ઠેર પુષ્પવૃષ્ટિ કરી રેલીનું ભવ્ય સ્વાગત – સન્માન કરી સમગ્ર કેશવ વસ્તી વિસ્તારને સનાતન સંસ્કૃતિના રંગે રંગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here