માત્ર બે મહિનામાં આખા માથાની ઉંદરીનો સંપૂર્ણ ઈલાજ કરવામાં આવ્યો..
પાટણ તા. 13
પાટણ અને ઊંઝા ખાતે કાર્યરત ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકના ડૉ. જીલ પટેલ અને ડૉ. સંજય પટેલે હોમિયોપેથી ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઉંદરી (Alopecia Areata) નામના ઓટો ઇમ્યુન રોગની સૌથી ઝડપી અને સફળ સારવાર કરીને તેમણે વિશ્વ પ્રસિદ્ધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
સિંહી ગામમાં રહેતી 13 વર્ષની દીકરીને લાંબા સમયથી આખા માથામાં નાની-મોટી અનેક ટાલ પડી હતી. અનેક પ્રકારની દવાઓ અને સારવાર છતાં કોઈ રાહત ન મળતાં રોગ દિવસે ને દિવસે ગંભીર બનતો ગયો હતો. અંતે તેના પરિવારે તેણી આ સમસ્યાના નિરાકરણ માટે ઉમિયા હોમિયોમલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકના ડૉ. જીલ પટેલ અને ડૉ. સંજય પટેલનો સંપર્ક કરી હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર શરૂ કરાવી સારવાર ના માત્ર 15 દિવસમાં જ નવા વાળ ઉગવાની શરૂઆત થઈ અને માત્ર બે મહિનામાં આખા માથા માં નવા વાળ સંપૂર્ણ રીતે આવી ગયા. ત્યારબાદ દર્દીની દવા બંધ કરવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે દવા બંધ કર્યા પછી પણ આજ દિન સુધી દર્દીને વાળને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થઈ નથી, જે આ સારવારની લાંબા સમય સુધી અસર કારકતા દર્શાવે છે.
ડૉ. જીલ પટેલ અને ડૉ. સંજય પટેલની આ અનોખી સિદ્ધિને બિરદાવતાં વિશ્વસ્તરે પ્રસિદ્ધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ તેમનું નામ નોંધાવ્યું છે તેમજ તેમને સર્ટિફિકેટ તથા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવતાંપાટણ,ઉઝા અને મહેસાણા ના તબીબો એ ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના તબીબો ની આ સિધ્ધિ ને બિરદાવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. સંજય પટેલ શહેરની એમ એન હાઈસ્કૂલ ના આચાર્ય ડો. ધનરાજભાઈ ઠકકર ના ભૂતપૂર્વ વિધાર્થી છે જેથી ડો. ધનરાજભાઈ ઠકકરે પણ પોતાના વિધાર્થીની આ સિધ્ધી ને બિરદાવી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.




