પાટણ ના શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે શરદપૂર્ણિમા એ માતાજીની અસવારી નિકળી…

પાટણ તા. ૭
પાટણ શહેરના સિધ્ધિ સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આસો સુદ પૂનમ ને શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે શ્રી બહુચર માતાજી ની વિશેષ પુજા- આરતી સહિત અસવારી ભક્તિમય માહોલમાં નિકળી હતી.
શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે આયોજિત માતાજીની અસવારી ના યજમાન પદ નો સ્વ. શાંતાબેન વિરચંદદાસ ઘી વાળા પરિવારના રાજેન્દ્ર કુમાર ઘીવાળા પરિવાર એ લીધો હતો.
માતાજીના નિજ મંદિર થી ભક્તિ સંગીત ના સુરો વચ્ચે નિકળેલ માતાજીની અસવારી ના પાવન ઉત્સવમાં મોટી સંખ્યામાં પાટણ મોઢ મોદી સમાજના પરિવારજનો સહિત મા બહુચરના ભકતો એ ઉપસ્થિત રહી દશૅન- પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
શરદ પૂર્ણિમા ના પાવન પ્રસંગે શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત ધાર્મિક પ્રસંગો ને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સેવકો દ્વારા જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here