પયૉવરણ મંત્રી સહિતના મહાનુભાવોએ પ્રમાણપત્ર એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી…

પાટણ તા.૧૭
ગુજરાત રાજ્યના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ ૨૦૨૫ નું ગતરોજ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોટલ ૧૯ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પાટણની કે. ડી.પોલીટેકનીક મા લેકચરર તરીકે ફરજ બજાવતા શ્રી શિવમ રાજેશકુમાર મોદી ને પર્યાવરણ પ્રત્યે તેઓએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ શૈક્ષણિક સંસ્થા-
વ્યક્તિગત શ્રેણીમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડથી કેબીનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ ના વરદ હસ્તે નવાજવામાં આવ્યા હતા.
શિવમ મોદી ઘણા વર્ષોથી વિવિધ સરકારી પોલીટેકનીક અને ઈજનેરી કોલેજ માં ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ, ગ્રીન કોર્સ અભ્યાસક્રમ નો ડિપ્લોમા શિક્ષણમાં પ્રવેશ, ઊર્જા ક્લબની સંસ્થામાં સ્થાપના, ઊર્જાકાર્યક્ષમતા ના પ્રોજેક્ટ, તેમજ મિશન લાઈફ અંતર્ગત કાર્યક્રમો જેવા કે પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ ડ્રાઇવ, વિવિધ દિવસોની ઉજવણી, અને હરિત ટેકનોલોજી પ્રોત્સાહન તથા હવામાન પરિવર્તન પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કર્યા છે. તેમના અભિયાન દ્વારા અનેક વિદ્યાર્થીઓ,સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે.
એવોર્ડ સ્વીકારતા શિવમ મોદી એ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજ, વિદ્યાર્થીઓ અને સાથીદારો ના સહકારનું પરિણામ છે. પર્યાવરણ ની રક્ષા આજના યુગની સર્વોચ્ચ જવાબદારી છે. આગામી સમયમાં હરિત ગુજરાત, ઊર્જા સંરક્ષણ અને સ્વચ્છ પર્યાવરણ માટે વધુ પ્રોજેક્ટ હાથ ધરવાની તેઓની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા દર વર્ષે આપવામાં આવતો આ એવોર્ડ પર્યાવરણ લક્ષી કાર્ય માટે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે. આ સન્માન માત્ર રાજ્ય સ્તર પર જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતની આગવી ઓળખ ઊભી કરવામાં સહાયક બને છે.
સમાજ ના દરેક વર્ગને પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને હવામાન પરિવર્તન સામે લડવામાં પોતાનો ફાળો આપવા માટે શિવમ મોદીએ અપીલ કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..