ભાજપના આગેવાનો, કાર્યકરોએ વડાપ્રધાન ના નિરોગી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી…

પાટણ તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસે બુધવારના રોજ પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા શહેરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિશેષ શિવ પૂજાનું ભક્તિ મય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું .
આ શિવ પુજા માં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પાટણ શહેર પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી જીગ્નેશભાઈ સોની, સંજયભાઈ મોદી, નગરપાલિકા પ્રમુખ હિરલ
બેન પરમાર, કોર્પોરેટર મનોજ પટેલ,શૈલેષ પટેલ સહિત ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજર રહી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નિરોગી સ્વાસ્થ્ય ની કામનાઓ વ્યક્ત કરી એક બીજા નુ મોં મીઠું કરાવી વડાપ્રધાન ના જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવી હતી.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..