પાટણ યુનિવર્સીટી ખાતે નવીન આર્કીટેક્ટ ભવનનું કુલપતિ દ્ધારા લોકાર્પણ કરાયું….

4 સ્ટુડિયો રૂમ,6 ફેકલ્ટી રૂમ,200ની બેઠક વ્યવસ્થાનો સેમિનાર હોલ સહીત રૂ. 5.80 કરોડના ખર્ચે તૈયાર થયું નવું ભવન…

પાટણ તા. ૨૫
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની આધુનિક સુવિધા સભર વિશ્વ વિદ્યાલય બની રહી છે. ત્યારે એની યશકલગી મા સોમવારે નવીન સુવિધા સભર બિલ્ડીંગ નું લોકાર્પણ થયું છે.
યુનિવર્સીટી ના કુલપતી પ્રો કે સી પોરીયાના જન્મદિને તેમના શ્રી કમલો દ્વારા આર્કીટેક્ટ ભવન નું લોકાર્પણ કરાયું છે. રૂપિયા 5 કરોડ 80 લાખના ખર્ચે આ ભવનમાં 4 સ્ટુડિયો રૂમ, 6 ફેકલ્ટી રૂમ, અને 200 ની કેપેસીટી વાળો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ ભવન cctv અને fire alarm થી સજ્જ તેમજ જરૂરી ઓડિયો વિજ્યુઅલ ફેસેલિટી થી સજ્જ આ ભવનમાં ભાવી આર્કીટેકને આધુનિક સુવિધાઓ મળશે.
આ પ્રસંગે યુનિવર્સીટી ના કુલપતી પ્રો. કે સી પોરીયાએ જણાવ્યું હતું કે મારા જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓ માટે નવીન ભવન નું લોકાર્પણ થયું તે પુણ્ય કામ છે વિદ્યાના દેવી સરસ્વતીના આશિષ સરસ્વતી ઉપાસકોને મળે તેવા સુભાશિષ પાઠવું છું. તેમણે ભવન નિર્માણ મા વિદ્યાર્થીઓની જરૂરિયાતો નો બારીકાઇથી ખ્યાલ રાખવા બદલ યુનિવર્સીટી ના ઈજનેર અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સીટી ના કુલસચિવ ડો.રોહિતભાઈ દેસાઈ,બીઓએમ સભ્યો દિલીપભાઈ ચૌધરી,મુકેશભાઈ પટેલ, વાલજીભાઇ, કિરીટભાઈ,ઇલાબેન સહીત વિભાગના વડા મીરાબેન અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here