પાટણના જૈન સમુદાય દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની આનંદ ઉલ્લાસમય માહોલમાં કરાઈ ઉજવણી.

પાટણની તપોભૂમિ પર જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વ હવે અંતિમ ચરણમાં.

આઠ દિવસની આકરી તપસ્યાના આ પર્વમાં પાંચમા દિવસને અતિ શુભ મનાય છે.

પર્વનો પાંચમો દિવસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકનો દિવસ.

પાટણની તપોભૂમિ પર જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વ હવે અંતિમ ચરણમાં પહોંચી ચુક્યું છે. આઠ દિવસની આકરી તપસ્યાના આ પર્વમાં પાંચમા દિવસને અતિ શુભમાનવામાં આવે છે. પર્વનો પાંચમો દિવસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકનો દિવસ…પાટણના જૈન સમુદાય દ્વારા ભગવાનના જન્મકલ્યાણકની આનંદ ઉલ્લાસમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત પાટણ શહેરના વિવિધ ઉપાશ્રયો અને દેરાસર ખાતે મૂનિ ભગવંતોની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક અને કલ્પસૂત્રનું વાંચન કરી તેનો મહિમા સમજવવામાં આવ્યો હતો.

જયારે આ અંતર્ગત પાટણ શહેરના ઘીવટા વિસ્તારમાં આવેલ સાગર ઉપાશ્રય ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જયાં મુની ભગવંતોએ અબોલ  પશુઓ સાથે જીવદયાની ભાવના રાખવા જૈન શ્રાવકોને અનુરોધ કર્યો હતો. તો આ પ્રસંગે પવિત્ર કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતા ત્રિશલા દેવીને આવેલા ૧૪ સ્વપ્નના એક પછી એક શુકનના સોપાનો વિધિવત રીતે ઉતારવામાં આવ્યા હતા અને ભાગ્યશાળી યજમાન પરીવારે આ સોપાનોને ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો.

આ પાવન પ્રસંગમાં અમીછાંટણા અને ભગવાનને પારણામાં પધરાવવાના ભાગ્યશાળી યજમાન પરીવારે અમૂલ્ય લાભ લીધો હતો. જયાં મોટીસંખ્યામાં ઉપસ્થિત જૈન સમુદાયના લોકોએ ૧૪ સોપાન શુકનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આમ પાટણની તપોભૂમિ પર જૈનોના મહાપર્વ પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક, વાંચન અને ૧૪ સોપાનનો ધાર્મિકવિધી કાર્યક્રમ ઉજવાયો હતો……..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here