પાટણની બીઆઈપીએસ સ્કૂલ ખાતે “The Power of Early Years Parenting” વિષયક વર્કશોપનું આયોજન કરાયું…

તા. 11, પાટણ.
ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, પાટણ ખાતે આજે “The Power of Early Years Parenting” વિષય પર એક પ્રેરણાદાયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં રિસોર્સ પર્સન શ્રીમતી ઝેબા સૌદાગર (Ms. Zeba Saudagar) ઉપસ્થિત રહી માતાઓને બાળકોના પ્રારંભિક વર્ષોમાં પેરેન્ટિંગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.


શ્રીમતી ઝેબા સૌદાગરે પોતાના પ્રવચનમાં બાળકોના આત્મવિશ્વાસ, શૈક્ષણિક કૌશલ્ય અને ભાવનાત્મક વિકાસમાં માતાપિતાની ભૂમિકા કેવી રીતે નિર્માણાત્મક બની શકે તે અંગે સુંદર ઉદાહરણો અને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.

આ વર્કશોપમાં બાળવટિકા વિભાગની 150 થી વધુ માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને તેમણે આ કાર્યક્રમમાંથી અનેક ઉપયોગી તથા પ્રેરણાદાયક બાબતો શીખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here