ભગવાન જગન્નાથજીની ૧૪૩ મી રથયાત્રાના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓને ૨૦ હજાર કિલો મગ અને ચણાના પ્રસાદનું વિતરણ કરાશે.

મગ અને ચણાના પ્રસાદની સેવાભાવી મહિલાઓ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી…

ચાલુ સાલે પણ રથયાત્રામાં પ્રસાદ વિતરણની જવાબદારી છબીલા વ્યાયામ મંડળના યુવાનો નિભાવશે..

પાટણ તા. ૧૭
ભારતમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ માંથી નીકળતી ભગવાન જગન્નાથજી ની ચાલુ સાલે તા. ૨૭ જૂનના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળનારી ૧૪૩ મી રથયાત્રાની શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અષાઢી બીજ ના પવિત્ર દિવસે પાટણ શહેરના રાજમાર્ગો પરથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓ માટે મગ અને ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોય છે.
ત્યારે ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના દર્શનાર્થે આવનાર લાખો જગન્નાથ ભક્તોને ભગવાન જગન્નાથજી નો ચણા અને મગ નો પ્રસાદ મળી રહે તેવા ઉદ્દેશ સાથે ૨૦ હજાર કિલો ચણા અને મગ ના પ્રસાદની સફાઈ કામગીરી પાટણની સેવાભાવી બહેનો દ્વારા જગન્નાથ મંદિર પરિસર ખાતે હાથ ધરવામાં આવી હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો
થી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા માં પાટણના જાણીતા છબીલા વ્યાયામ મંડળના સેવાભાવી યુવાનો દ્વારા આ પ્રસાદનું ભક્તિ ભાવ સાથે કરવામાં આવે છે. ચાલુ સાલે પણ આ મંડળના યુવાનો ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના દર્શનાર્થે આવનાર લાખો જગન્નાથ ભક્તોને પ્રસાદનું વિતરણ કરનાર હોવાનું તેઓએ જણાવી છબીલા વ્યાયામ મંડળના યુવાનો ની નિસ્વાર્થ સેવાને તેઓએ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ વતી સરાહી આભાર ની લાગણી વ્યક્ત કરી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here