પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ધી રણુંજ નાગરિક સહકારી બેંકની રવિવારે સવારે પાટણમાં સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં બંને સંસ્થાઓના વાર્ષિક હિસાબો સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂત શિબિર પણ યોજવામાં આવી હતી તેમજ સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણ ખાતે રવિવારે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 74મી વાર્ષિક સાધારણ સભા સંધના પ્રમુખ દશરથભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં તાલુકા સંઘના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલ અને હિસાબોને સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રણુંજ નાગરિક સહકારી બેંકની પણ 54મી સાધારણ સભા મળી હતી. જેમાં રણુંજ બેંકના વાર્ષિક અહેવાલોને હિસાબો સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા સંઘના પ્રમુખ દરશથભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા સંઘની સ્થાપના 1951માં કરવામાં આવી હતી ત્યારે આ સંઘ આજે સહકારી આગેવાનો, મંડળીઓ, ખેડૂતો અને લોકોના સાથ અને સહકારથી મોટો વડ બની છે. ખેડૂતોને ખાતર પુરૂ પાડવામાં વિવિધ કંપનીઓનો સહકાર સંઘને મળ્યો છે. જેના થકી જ ખેૂતોને પૂરતું ખાતર વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોને ખાતરની અછત ના પડે તે માટે બિન સિઝનમાં સંઘ દ્વારા 2000 ટન જટલો ખાતરનો સ્ટો કરવામાં આવે છે. જેથી ખાતરની અછતને નિવારી શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રણુંજ નાગરિક સહકારી બેંકની 2004માં ડિપોઝીટ રૂ. 19 કરોડ હતી જે આજે રૂ.200 કરોડ સુધી પહોંચી છે. બેંકમાં લોન લેતા ગ્રાહકો નિયમિત લોનની ભરપાઈ કરતા આજે બેંકનું વાર્ષિક એનપીએ 0.14 છે. જે બતાવે છે. તે બેંકની આર્થિક સ્થિતિ સારી છે. ત્યારે બેંકનું એનપીએસ સાવ સામાન્ય આવવાના કારણે તે સમગ્ર ગુજરાતમાં નંબર વન પર આજે પહોંચી શકી છે. રણુંજ બેંકની પાંચ શાખાઓ હાલમાં કાર્યરત છે. અમદાવાદમાં વધુ એક શાખા શરૂ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જે એકાદ વર્ષમાં બેંક શરૂ થાય તેવું આયોજન છે.



