શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ, બળીયા હનુમાન ટ્રસ્ટ, જગન્નાથ મંદિર ટ્રસ્ટ, રાજકીય-સામાજિક આગેવાનો પત્રકારો સહિત સમાજે તેઓની વરણીને આવકારી …


શ્રી પદ્મનાભ મંદિર ના વિકાસ ની સાથે સાથે સમાજના વિકાસ કાર્યમાં સહભાગી બનવાની ખાતરી આપી…

પાટણ તા.૧૬
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી તરીકે સમાજના સેવાભાવી વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઉભી કરનાર સમાજ સેવક યશપાલ મનસુખભાઈ સ્વામી ની વરણી કરવામાં આવતા તેઓને આવકારવાનો કાર્યક્રમ રવીવારે સાંજે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલ શ્રી સમેળા માતાજી ના સાનિ
ધ્યમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજ આગેવાનો ની વિશાળ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નવનિયુક્ત ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવેલ યશપાલ સ્વામી ને શ્રી સમેળા માતા મંદિર ના પુજારી દ્રારા કુમ કુમ તિલક કરી મોં મીઠું કરાવી આવકાયૉ હતાં.તો પદમનાભ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભગાભાઇ, દશરથભાઈ દ્રારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
આ આવકાર કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનો ચમનભાઈ પ્રજાપતિ ( યુએસએ), પ્રો.અરવિદભાઈ સ્વામી, નિવૃત શિક્ષક હરેશભાઈ સ્વામી, પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઈશ્વરભાઈ , કનુભાઈ, પ્રજાપતિ યુથ ક્લબના મહેશભાઈ, મુકેશભાઈ,નરેશભાઈ, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ,કમલેશભાઈ, ખન્નાભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, આનંદભાઈ સમાજની મહિલાઓ સહિતનાઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બુકે,શાલ સાથે વિવિધ ભેટ-સોગાદ અપૅણ કરી શુભેચ્છાઓ પાઠવી શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ના વિકાસ ની સાથે સાથે સમાજ ઉપયોગી કાયૅ કરતા રહે તેવી કામના વ્યક્ત કરી હતી.
આ અભિવાદન કાર્યક્રમ નો આભાર વ્યક્ત કરતાં નવનિયુક્ત ટ્રસ્ટી યશપાલ સ્વામી એ પણ શ્રી પદ્મનાભ મંદિર ના વિકાસ કાર્યો ની સાથે સાથે સમાજ સેવાના કાર્યમાં હંમેશા તેઓ તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી.
શહેરના બળીયા હનુમાન મંદિર ટ્રસ્ટના મહંત હરિદાસ મહારાજ સહિતના સેવકો તેમજ પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા પત્રકારો, રાજકીય-સામાજિક અગ્રણીઓ સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય અને સમગ્ર ટ્રસ્ટી ગણે પણ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બનવા બદલ યશપાલ સ્વામી ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- બિરેન ઠક્કર પાટણ..



