સંતોના સત્કાર્ય ને જન જન સુધી પહોંચાડવા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતાં પુસ્તકો જરૂરી છે : દોલતરામ બાપુ..

પિયુષ આચાર્ય એ રામદૂત પુસ્તક અપૅણ કરી સંત ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા…

પાટણ તા.૧૬
પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતાં પુસ્તકોના લેખક પિયુષ આચાર્ય દ્વારા લિખિત રામદૂત પુસ્તક મંગળવારે તેઓ દ્રારા પાટણ સમીપ આવેલા નોરતા ધામના સંત શિરોમણી પ.પૂ.દોલતરામ બાપુને અપૅણ કરી તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
રામદૂત પુસ્તક સ્વિકારતા પ.પૂ.દોલતરામ બાપુએ જણાવ્યું કે સંતો હંમેશા સત્કાર્ય માટે અવતાર લેતા હોય છે. પરંતુ સંતોના સત્કાર્ય ને જન જન સુધી પહોંચાડવા માટે આવાં સનાતન સંસ્કૃતિના પુસ્તકો લખનાર લેખક પણ એક સંત વયૅ તરીકે લેખાતા હોય છે અને જ્યાં સુધી સંતો અને આવા ધાર્મિક લેખક મળે ત્યારે તેમનો નાતો અતૂટ બનતો હોવાનું જણાવી લેખક પિયુષ આચાર્ય ને આવા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતાં પુસ્તકો લખતા રહો તેવા આશિષ પાઠવ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here